)
IND vs SA Test Series: ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ 2 મેચની ટેસ્ટ સિરીઝ 14 નવેમ્બરથી શરૂ થશે. પરંતુ આ સિરીઝની ખાસ વાત એ છે કે, મોહમ્મદ શમીને ફરી એકવાર તક મળી નથી. ઘરેલું સિરીઝમાં શમીના પ્રદર્શન અને ટીમ સેલેક્શનને લઈ હાલમાં થયેલા શાબ્દિક પ્રહારો બાદ એવું માનવામાં આવી રહ્યુ હતું કે, શમીને તક મળશે. પરંતુ શમીને ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ભારતની ટેસ્ટ ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર) ( વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.
બીસીસીઆઈ (BCCI)ની પસંદગી સમિતિએ આગામી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ માટે શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ઋષભ પંત ઉપ-કેપ્ટન અને વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે.
આ ટેસ્ટ સિરીઝ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બહુપ્રતિક્ષિત મેચ માનવામાં આવે છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
ઋષભ પંતની વાપસી
ઋષભ પંતની વાપસી પણ મોટા સમાચાર છે. ઈંગ્લેન્ડમાં માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન પંતને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, દક્ષિણ આફ્રિકા A સામે સારી ઇનિંગ રમીને પંતે વાપસીના સંકેત આપ્યા હતા. હવે પંતની વાપસી થઈ ગઈ છે, જે WTCની સફર દ્રષ્ટિએ સારો સંકેત છે.
આકાશદીપને પણ મળ્યો ચાન્સ
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ટીમનું સંતુલન મજબૂત બનાવશે, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ બોલિંગ વિભાગમાં અનુભવ લાવશે. યુવા ફાસ્ટ બોલર આકાશદીપને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેના કારણે તેને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
સિરીઝનું શેડ્યુલ
ટેસ્ટ સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 14 નવેમ્બરથી રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે.
ભારત A વનડે ટીમની જાહેરાત
આ ઉપરાંત BCCIએ ભારત A વનડે ટીમની પણ જાહેરાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, તેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જોવા મળશે. જો કે, બન્ને ખેલાડીઓનું નામ ટીમમાં સામેલ નથી.
તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપ્રરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, ખલીલ અહેમદ અને પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).