)
Team India Cricket Performence on Independence Day: ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ પૂજવામાં આવે છે. ક્રિકેટ દેશને એકસાથે જોડવાનું કામ કરે છે અને જ્યારે તેનું કનેક્શન સ્વતંત્રતા દિવસ સાથે જોડવામાં આવે છે, ત્યારે રોમાંચ બમણો થઈ જાય છે. ટીમ ઈન્ડિયા 1947માં આઝાદી મળ્યા પછી ઘણી મેચ ૧૫ ઓગસ્ટના રોજ રમી છે. ફેન્સને આઝાદીની ઉજવણીની સાથે-સાથે ક્રિકેટ મેચ જોવાની તક પણ મળી છે. ફેન્સના મનમાં ચોક્કસપણે આ પ્રશ્ન ઉદભવે છે કે, ટીમ ઈન્ડિયાએ આ દિવસે કેટલી મેચ રમી છે અને તેમાં તેમનું પ્રદર્શન કેવું રહ્યું છે? અહીં અમે તમને તે મેચો વિશે જણાવી રહ્યા છીએ જેનો સંબંધ આ ખાસ દિવસ સાથે છે.
આઝાદી પછી પહેલી વખત ભારતીય ટીમનો મેચ
15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્રતા મળી હતી. તેના બરાબર 5 વર્ષ પછી ભારતીય ટીમને ક્રિકેટના મેદાન પર આ તારીખની ઉજવણી કરવાનો મોકો મળ્યો હતો. 1952માં ભારતીય ટીમે પહેલી વખત ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી. આ મેચની શરૂઆત 14 ઓગસ્ટના રોજ થઈ હતી અને આ મેચ 15 ઓગસ્ટના દિવસે પણ ચાલુ રહી હતી. ભારતીય ટીમ આ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી.
લાંબા સમય સુધી જીતની જોઈ રાહ
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પછી ભારતીય ટીમે લાંબા સમય સુધી 15 ઓગસ્ટના રોજ કોઈ મેચ રમી ન હતી. ત્યારબાદ વર્ષ 2001માં શ્રીલંકા સામે મેચ રમાઈ હતી. ભારતીય ટીમને આ મેચમાં ભયંકર હારનો સામનો કરવો પડ્યો હતો. 2014માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ હતી. ભારતીય ટીમ ફરી જીતી શકી નહીં અને 244 રનથી ભયંકર હારનો સામનો કરવો પડ્યો હતો.
શ્રીલંકાએ બીજી વખત હરાવ્યું
વર્ષ 2015માં ભારતીય ટીમ ફરી એકવાર શ્રીલંકા સામે આમને-સામને આવી હતી. 15 ઓગસ્ટના રોજ રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાનો હારનો સિલસિલો અટક્યો નહીં અને ફરી એકવાર તેનો પરાજય થયો હતો.
આઝાદી પછી પહેલી વખત મળ્યો વિજય
સતત મળી રહેલ હાર બાદ ભારતીય ટીમ વર્ષ 2021માં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહી. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 151 રનથી હરાવી અંગ્રેજોની ધરતી પર તિરંગો લહેરાવ્યો હતો.
પહેલી વખત ODIમાં મળી જીત
2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODI મેચમાં ભારતીય ટીમે ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) પદ્ધતિનો ઉપયોગ કરીને 6 વિકેટથી મેચ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. આ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં 14 ઓગસ્ટે શરૂ થઈ હતી, પરંતુ ભારતીય સમય મુજબ તે 15 ઓગસ્ટે રમાઈ હતી.