T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા હજું તૈયાર નથી.... ગૌતમ ગંભીરના નિવેદનથી મચી ખલબલી
T20 World Cup 2026: ગૌતમ ગંભીરે સ્વીકાર્યું કે, તેમની ટીમ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓના મામલામાં હજું તે સ્થિતિમાં નથી, જ્યાં તે પહોંચવા માંગે છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, આ સ્થાન પર પહોંચવા માટે ટીમ પાસે હજુ પણ પૂરતો સમય છે.
Trending Photos
)
T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્વીકાર્યું કે, તેમની ટીમ આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓના મામલામાં હજુ તે સ્થિતિમાં નથી, જ્યાં તે પહોંચવા માંગે છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, આ સ્થાન પર પહોંચવા માટે ટીમ પાસે હજુ પણ પૂરતો સમય છે. ગંભીરે BCCI ટીવી સાથેની વાતચીતમાં ફિટનેસના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે 46 સેકન્ડની ક્લિપમાં કહ્યું કે, "આ એક એવું ડ્રેસિંગ રૂમ છે, જ્યાં ઘણી પારદર્શિતા અને પ્રામાણિકતા છે અને અમે ઇચ્છીએ છીએ કે આ ડ્રેસિંગ રૂમ આગામી સમયમાં પણ આવું જ રહે. મને લાગે છે કે અમે હજુ પણ તે સ્થિતિમાં નથી, જ્યાં અમે T20 વર્લ્ડ કપ સુંધી પહોંચવા માંગીએ છીએ."
તેમણે કહ્યું કે, " ઉમ્મીદ છે કે, ખેલાડીઓ ફિટ રહેવાનું મહત્વ સમજશે. અમારી પાસે તે સ્તર પર પહોંચવા માટે હજું પણ ત્રણ મહિના છે, જ્યાં અમે પહોંચવા માંગીએ છીએ."
T20 વર્લ્ડ કપ આગામી વર્ષ ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં રમાશે. ભારત આ ટુર્નામેન્ટનું વર્તમાન ચેમ્પિયન છે.
ખેલાડીઓને આપીશું કઠિન પડકારો
ગંભીરે આ સાથે જ ખેલાડીઓને તેમની પ્રતિભાનો સારી રીતે અહેસાસ કરાવવા અને તેમને સમજવા માટે તેમની સામે કઠિન પડકારો મૂકવાની જરૂરિયાતનો પણ પુનરોચ્ચાર કર્યો.
𝐇𝐨𝐧𝐞𝐬𝐭𝐲. 𝐂𝐥𝐚𝐫𝐢𝐭𝐲. 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐢𝐨𝐧 🫡
Get inside the mind of #TeamIndia Head Coach @GautamGambhir as he shares his vision in 𝘾𝙤𝙖𝙘𝙝’𝙨 𝘾𝙤𝙧𝙣𝙚𝙧. 🙌
Stay tuned for the full exclusive interview ⏳🔜 pic.twitter.com/nmvG9x2YUW
— BCCI (@BCCI) November 10, 2025
તેમણે કહ્યું કે, "અમે ખેલાડીઓને શક્ય તેટલી સખત પડકાર આપીએ છીએ. અમે શુભમન (ગિલ) સાથે પણ આવું જ કર્યું હતું, જ્યારે તેને ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો."
ગિલે કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ સામેની પોતાની પહેલી ટેસ્ટ સિરીઝમાં શાનદાર બેટિંગ કરી હતી. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે સિરીઝ 2-2થી ડ્રો કરી હતી. આ સિરીઝની બધી મેચો રોમાંચક રહી હતી, દરેક મેચ પાંચમા દિવસ સુધી ચાલી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














