IPLના ખેલાડીઓની જર્સી સુરતમાં તૈયાર થઈ; ફેબ્રિકની ખાસિયત સાંભળીને તમે પણ મુકાઈ જશો આશ્ચર્યમાં!
Surat News: ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થવાની છે. અલગ અલગ ટીમો મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. દેશ-વિદેશના ક્રિકેટરોને IPL માં રમતા જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ અતિ ઉત્સાહિત પણ છે. પરંતુ લોકોને ખબર નથી કે IPL રમનાર તમામ ક્રિકેટરો સુરતના ફેબ્રિકમાંથી તૈયાર જર્સી અને ટ્રેકપેન્ટમાં જોવા મળશે. આ ખાસ જ્યુરીક મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે. જે પોલિસ્ટર કાપડ હોય છે અને પોલિસ્ટર બનાવવામાં સુરત હબ છે. ખાસ IPL ના કારણે સુરતના વેપારીઓને 75 કરોડ રૂપિયાનો વેપાર મળ્યો છે.
Trending Photos
IPL ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL ના ખેલાડીઓ જે જર્સી અને ટ્રેકપેન્ટ પહેરશે, તે સુરતના પોલિસ્ટર ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. જેની ખાસિયત સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. દેશમાં યોજાનાર પ્રીમિયર લીગમાં સુરતનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. IPL માં જે પણ કાપડ વાપરવામાં આવે છે. તે ભલે ક્રિકેટરો પહેરે કે તેમના ચાહકો, તે પોલિસ્ટર કાપડ હોય છે. સુરતના પોલિસ્ટર કાપડથી તૈયાર જર્સી અને ટ્રેકપેન્ટ દેશ-વિદેશના IPL ના ખેલાડીઓ પહેરશે.
એની ખાસિયતની વાત કરવામાં આવે તો, આ એક લાઈટ વેઇટ ફેબ્રિક હોય છે. ડ્રાય-ફિટ હોવાની સાથે યુવી પ્રોટેક્ટેડ હોય છે. ખેલાડીઓ જ્યારે રમે છે. ત્યારે તેમના મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ બનાવવામાં આવે છે. અગાઉ આ કાપડ ચીનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું, પરંતુ સરકારના નવા નિયમ બાદ આ સંપૂર્ણ રીતે ઈમ્પોર્ટ બંધ થઈ ગયું છે. જેના કારણે કાપડ ઉદ્યોગને લાભ પણ થયો છે. પહેલાં આ કાપડ ચીનમાંથી રોજ 835 ટન આવતું હતું, પરંતુ હવે સુરતમાં આ ફેબ્રિક તૈયાર થવાને કારણે માત્ર IPL સિઝનમાં ₹75 કરોડ રૂપિયાનો વેપાર સુરતના અલગ અલગ વેપારીઓને મળ્યો છે. ખાસ કરીને જે પ્લાસ્ટિકની બોટલ સહિતની વસ્તુઓ છે. તેને રિસાયકલ કરીને યાર્ન બનાવવામાં આવે છે અને યાર્ન પછી ભાગો બનાવીને પોલિસ્ટર બનાવવામાં આવી રહ્યું છે એટલે IPL માં જે પણ ખેલાડીઓ રમવા જઈ રહ્યા છે. તે રિસાયકલ પોલિસ્ટરમાંથી બનાવવામાં આવ્યું છે.
IPL માં રમનાર ખેલાડીઓ માટે સુરતથી પોલિસ્ટર કાપડ અલગ-અલગ શહેરોની કંપનીઓને આપવામાં આવ્યું છે. તેનું મટિરિયલ અલગ હોય છે. પણ સાથે IPL અને ખેલાડીઓના ચાહકો માટે પણ ટીશર્ટ બનાવવામાં આવે છે. બંનેની ક્વોલિટી અને કિંમતમાં પણ ખાસો તફાવત જોવા મળે છે. સુરતમાં પોલિસ્ટર ફેબ્રિક સાથે સંકળાયેલા વેપારીઓ અને યુનિટની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. એક વર્ષ પહેલાં જ્યાં 3,500 મશીનરી હતી, ત્યાં એક વર્ષની અંદર આ ઇન્ડસ્ટ્રીમાં 5500 જેટલી મશીનો થઈ ગઈ છે.
બીજી બાજુ, 235 જેટલા યુનિટ પોલિસ્ટર કાપડ માટે છે. આ ઉપરાંત આ ફેબ્રિક તાપમાનને સંતુલિત રાખે છે. બધા જાણે છે કે હાલ ગરમી ચાલી રહી છે. ત્યારે IPL માં રમનાર ખેલાડીઓ પરસેવાથી હેરાન-પરેશાન થઈ શકે છે. પરંતુ આ ફેબ્રિકના કારણે તેઓ 50° સુધીની ગરમીમાં આરામથી રમી શકે છે. કારણ કે આ ફેબ્રિક ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરાવે છે. ફેબ્રિક પર ખાસ કેમિકલ હોય છે. જેના કારણે તાપમાનને સંતુલિત રાખી શકાય છે.આ ફેબ્રિકમાં ખાસ તંતુઓ વપરાયા છે. જેના કારણે ભેજ અથવા તો પાણી તેને ઝડપથી શોષી લે છે. પરસેવો હોય તો તરત જ સુકાઈ જાય છે. જેના કારણે આ ફેબ્રિક વજનદાર અને ભીનું રહેતું નથી અને ખેલાડીઓ આરામથી રમી શકે છે.
એન્ટીમાઈક્રોબિયલ
આ ફેબ્રિકમાં બેક્ટેરિયા અને ફંગસના વિકાસને અટકાવવાના ગુણધર્મો છે. જેના કારણે ફેબ્રિક પર જીવાણુઓ ટકી શકતા નથી. આ ફેબ્રિક સ્વચ્છ અને આરોગ્યપ્રદ છે.
હોય છે દુર્ગંધ મુક્ત..
આ ફેબ્રિક દુર્ગંધ પેદા કરતી જીવાણુઓ અને બેક્ટેરિયાને દૂર રાખે છે. સતત પરસેવો અને ભેજ હોવા છતાં પણ ફેબ્રિક તાજગીભર્યું રહે છે. તે લાંબા સમય સુધી પહેર્યા પછી પણ ગંધ અનુભવાતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે