3 D વિના આજે મેદાને ઉતરશે દક્ષિણ આફ્રિકા, ભારત જીતશે તો નવો વિક્રમ

3 D વિના આજે મેદાને ઉતરશે દક્ષિણ આફ્રિકા, ભારત જીતશે તો નવો વિક્રમ

દક્ષિણ આફ્રિકાએ ભારત વિરૂધ્ધ ત્રીજી વન-ડે પહેલા પોતાના પાંચ સ્પિનરો સાથે પ્રેક્ટિસ કરી હતી કે જેથી તેઓ યુજેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગનો સામનો કરી શકે. યાદવ અને ચહલે પ્રથમ બે મેચમાં 13 વિકેટ લીધી હતી. ફાસ્ટર કાગિસો રબાડાએ કહ્યું કે, ટીમનું પ્રદર્શન અત્યાર સુધી જોઇએ એવું નથી રહ્યું. ભારતીય ટીમ મજબૂત છે. જેણે ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું હતું તે જબરજસ્ત ફોર્મમાં છે. અમે સારૂ રમી નથી રહ્યા.

INDvsSA, 3rd ODI, Capetown ODI,

ત્રીજી વન-ડેમાં ભારતને ન્યૂલેન્ડ્સ મેદાનમાં રમવાનું છે, પ્રથમ મેચ પણ અહીં જ રમ્યા હતા. જ્યાં ભારતે યજમાન ટીમને હરાવી હતી. ત્રીજી મેચ જીતવા માટે પણ ભારત જાણે મક્કમ છે. આ સંજોગોમાં દક્ષિણ આફ્રિકાની ટીમમાં મોટા ફેરફારની પણ શક્યતા છે.

INDvsSA, 3rd ODI, Capetown ODI,

ફેરફારના બે કારણ છે. એક કે ભારતની ટીમ મજબૂત છે અને સારા ફોર્મમાં છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ જાણે વિખેરાયેલી લાગે છે. પહેલા અબ્રાહમ ડિવિલિયર્સ ત્રણ મેચ માટે બહાર થયો તે ચોથી મેચથી પરત ફરશે કે કેમ એ પણ કહેવું મુશ્કેલ છે. 

INDvsSA, 3rd ODI, Capetown ODI,

એ પછી કેપ્ટન ડુ પ્લેસિસ આંગળીમાં ઇજા થવાને કારણે સમગ્ર સીરિઝમાંથી બહાર થયો છે. ત્યાર બાદ હવે વિકેટકિપર કિટન ડિકોક પણ ઇજાને લીધે મેચમાંથી બહાર થયો છે. આવામાં ટીમ દક્ષિણ આફ્રિકા માટે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્રણ ડી વગરની ટીમ જાણે વિખેરાઇ ગઇ છે. જેનો સીધો ફાયદો ભારતને મળી રહ્યો છે. 

INDvsSA, 3rd ODI, Capetown ODI,

આ સંજોગોમાં છ મેચની શ્રેણીમાં ભારત પ્રથમ બે મેચ જીતી ચૂક્યું છે. જો ભારત ત્રીજી મેચ જીતી જાય છે તે નવો વિક્રમ સર્જાશે. છેલ્લા 25 વર્ષ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી ભારત આ ધરતી પણ શ્રેણી જીતી શક્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news