)
Duleep Trophy : રવિવારે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે 4 સપ્ટેમ્બરથી શરૂ થનારી દુલીપ ટ્રોફી સેમિફાઇનલ માટે કેરળના બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને તિલક વર્માની જગ્યાએ દક્ષિણ ઝોનના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તિલક વર્માને અગાઉ દક્ષિણ ઝોનના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેની એશિયા કપ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે અને તેથી તે આગળ દુલીપ ટ્રોફીમાં રમી શકશે નહીં.
આ ખેલાડીને મળી કેપ્ટનશિપ
અઝહરુદ્દીન તિલક વર્મા સાથે ટીમના વાઈસ કેપ્ટન હતો અને હવે આ ભૂમિકા તમિલનાડુના એન જગદીસનને સોંપવામાં આવી છે. તમિલનાડુના ડાબોડી સ્પિનર આર સાઈ કિશોર પણ સેમિફાઇનલમાં રમશે નહીં, કારણ કે તે હજુ પણ હાથની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.
પુડુચેરીના અંકિત શર્મા અને આંધ્રના શેખ રશીદને દુલીપ ટ્રોફીની છેલ્લી ચાર મેચ માટે સાઉથ ઝોન ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓને અગાઉ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા હતા. અંકિત ડાબોડી સ્પિનર છે, જેણે 68 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 168 વિકેટ લીધી છે. રાશિદ ટોપ ઓર્ડર બેટ્સમેન છે, જેણે રણજી ટ્રોફીની 19 મેચોમાં 1204 રન બનાવ્યા છે.
દક્ષિણ ઝોનની ટીમ
મોહમ્મદ અઝહરુદ્દીન (કેપ્ટન), તન્મય અગ્રવાલ, દેવદત્ત પડિક્કલ, મોહિત કાલે, સલમાન નિઝાર, નારાયણકર જગદીસન, ત્રિપુરાણા વિજય, તનય ત્યાગરાજન, વિજયકુમાર વિશાક, નિધિશ એમડી, રિકી ભુઈ, બેસિલ એનપી, ગુર્જપનીત સિંહ, સ્નેહલ કૌથંકર, અંકિત શર્મા, શેખ રશીદ.
સ્ટેન્ડબાય: મોહિત રેડકર, આર સ્મરણ, એઇડન એપલટન, આન્દ્રે સિદ્ધાર્થ.