IPL બાદ તિલક વર્માએ પણ પકડી ઈંગ્લેન્ડની ફ્લાઈટ, આ ટીમ સાથે જોડાયો
Tilak Varma : IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્માને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં હેમ્પશાયર તરફથી રમવાની ઓફર મળી છે, જેને તેણે સ્વીકારી લીધી છે.
Trending Photos
Tilak Varma : ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ પછી, મુંબઈ ઇન્ડિયન્સના યુવા અને ડેશિંગ બેટ્સમેન તિલક વર્માએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમવાનો નિર્ણય લીધો છે. તેના સ્થાનિક ક્રિકેટ સંગઠન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)એ બુધવારે જણાવ્યું હતું કે ડાબોડી બેટ્સમેન હેમ્પશાયર માટે રમવા માટે તૈયાર છે.
હૈદરાબાદના આ યુવા બેટ્સમેન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. 22 વર્ષીય તિલક ભારત માટે 25 T20 અને 4 ODIમાં અનુક્રમે 749 અને 68 રન બનાવ્યા છે.
HCAએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, 'હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને જણાવતા આનંદ થાય છે કે હૈદરાબાદના આંતરરાષ્ટ્રીય ખેલાડી તિલક વર્માનો યુકે કાઉન્ટી ચેમ્પિયનશિપ લીગમાં રમવા માટે હેમ્પશાયર કાઉન્ટી ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે.' પ્રેસ રિલીઝ અનુસાર, 'હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન તેને હેમ્પશાયર કાઉન્ટી સાથેના અદ્ભુત જોડાણ માટે શુભકામનાઓ પાઠવે છે.'
તિલકે 18 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 1,204 રન બનાવ્યા છે. જેમાં 50.16ની સરેરાશથી 121નો સૌથી વધુ સ્કોર છે. તેના નામે 5 સદી અને 4 અડધી સદી છે. આ સિઝનમાં સમાપ્ત થયેલી IPLમાં મુંબઈના આ બેટ્સમેને 13 ઇનિંગ્સમાં 343 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેણે 2 અડધી સદી ફટકારી હતી અને તેનો સ્ટ્રાઇક રેટ 138.30 હતો. સિઝનનો તેનો સર્વોચ્ચ સ્કોર 59 હતો, જ્યારે આ વખતે તેના બેટથી ફક્ત 23 ચોગ્ગા અને 16 છગ્ગા જ આવ્યા હતા. તિલક કાઉન્ટીમાં રમીને ઇંગ્લેન્ડની સ્થિતિમાં રમવાનો અનુભવ મેળવવા માંગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે