6,6,6,6...ન્યુઝીલેન્ડના આ ખતરનાક બેટ્સમેને શાહીન આફ્રિદીને ધોળા દિવસે દેખાડ્યા તારા, જુઓ Video

New Zealand vs Pakistan 2nd T20I : ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 સિરીઝની બીજી મેચમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને  6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદીનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેની એક ઓવરમાં 4 સિક્સ આવી હતી. 

6,6,6,6...ન્યુઝીલેન્ડના આ ખતરનાક બેટ્સમેને શાહીન આફ્રિદીને ધોળા દિવસે દેખાડ્યા તારા, જુઓ Video

New Zealand vs Pakistan 2nd T20I : ન્યુઝીલેન્ડે મંગળવારે 5 મેચોની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાકિસ્તાન સામે વધુ એક શાનદાર જીત હાંસલ કરી હતી. 18 માર્ચે ડ્યુનેડિનમાં વરસાદથી પ્રભાવિત મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. વરસાદને કારણે આ મેચ 15 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 135/9 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડે 13.1 ઓવરમાં 5 વિકેટે 137 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

શાહિને 3 ઓવરમાં 31 રન આપ્યા 

પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચની જેમ પાકિસ્તાની બોલરો કિવી ટીમ સામે પડકારનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ટીમના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાતા શાહીન આફ્રિદીની ઓવરમાં પણ ઘણા રન આવ્યા હતા. પ્રથમ મેચમાં શાહિને 2 ઓવરમાં 17 રન આપ્યા હતા. બીજી ટી20માં તેનું પ્રદર્શન વધુ ખરાબ રહ્યું હતું. તેણે 3 ઓવરમાં 31 રન આપ્યા હતા. જેમાંથી 24 રન એક જ ઓવરમાં બન્યા હતા. શાહીન કિવી બેટ્સમેનો સામે લાચાર દેખાઈ રહ્યો હતો.

સેફર્ટે શાહીનને ધોઈ નાખ્યો

ન્યુઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન ટિમ સેફર્ટે શાહીન સામે શાનદાર બેટિંગ કરી અને એક જ ઓવરમાં 4 સિક્સ ફટકારી. આ સિક્સરમાંથી એક 119 મીટર લાંબી હતી. 136 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડે 2 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 18 રન બનાવી લીધા હતા. શાહીન આફ્રિદી ત્રીજી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરમાં સેફર્ટે તેને ધોળા દિવસે તારા બતાવ્યા હતા.

 

Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6

— FanCode (@FanCode) March 18, 2025

એક ઓવરમાં 4 છગ્ગા

સેફર્ટે પહેલા અને બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી શાહીન ત્રીજા બોલે કોઈ રન આપ્યો નહોતો. તેણે ચોથા બોલ પર બે રન આપ્યા. સેફર્ટ ફરીથી સ્ટ્રાઈક પર હતો. તેણે પાંચમા અને છઠ્ઠા બોલ પર સિક્સર ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. શાહિને એક ઓવરમાં 26 રન આપ્યા હતા. અહીંથી મેચ ન્યુઝીલેન્ડ તરફી બની હતી. કિવી ટીમે 4 ઓવરમાં પોતાના 50 રન પૂરા કર્યા અને પછી માત્ર 13.1 ઓવરમાં જ મેચ જીતી લીધી.

સેફર્ટ અને એલને 5-5 સિક્સર ફટકારી હતી

ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સેફર્ટે 22 બોલમાં 45 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે ફિન એલને 16 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેના બેટથી પાંચ છગ્ગા પણ આવ્યા હતા. માર્ક ચેપમેન 1 રન બનાવીને અને જેમ્સ નીશમ 5 રન બનાવીને આઉટ થયા હતા. ડેરીલ મિશેલે 14 બોલમાં 14 રન બનાવ્યા હતા. મિચેલ 16 બોલમાં 21 રન બનાવીને અણનમ રહ્યો હતો અને કેપ્ટન માઈકલ બ્રેસવેલ 2 બોલમાં 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ અલી, ખુશદિલ શાહ, જહાન્દાદ ખાનને 1-1 સફળતા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news