Tokyo Olympic: હવે થશે રેસલિંગ ઇવેન્ટની શરૂઆત, ભારતને બજરંગ-વિનેશ પાસે મેડલની આશા

કુશ્તીમાં ભારતને ત્રણ મેડલની આશા છે અને જો રેસલિંગ ત્રણ મેડલ જીતવામાં નિષ્ફળ રહે તો તેના પ્રદર્શનને નબળુ ગણવામાં આવશે. 

Updated By: Aug 3, 2021, 07:03 AM IST
Tokyo Olympic: હવે થશે રેસલિંગ ઇવેન્ટની શરૂઆત, ભારતને બજરંગ-વિનેશ પાસે મેડલની આશા

ટોક્યોઃ ભારતના રેસલર ટોક્યો ગેમ્સમાં જ્યારે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે તો બધાની નજર બજરંગ પૂનિયા અને વિનાશ ફોગાટ પર રહેશે જેણે ઓલિમ્પિક પહેલા શાનદાર પ્રદર્શન કરી મેડલની આશા જગાવી છે. કુશ્તીમાં ભારતનના અભિયાનની શરૂઆત મંગળવારે અહીં સોનમ મલિક કરશે. 

રેસલિંગમાં ભારતને ત્રણ મેડલની આશા છે અને જો રેસલર ત્રણ મેડલ જીતવામાં નિષ્ફળ રહે તો તેના પ્રદર્શનને ખરાબ માનવામાં આવશે. બજરંગ (65 કિલો ફ્રીસ્ટાઇલ) અને વિનેશ (મહિલા 53 કિલો) સિવાય રવિ દહિયા (57 કિલો ફ્રીસ્ટાઇલ) પાસે આગામી દિવસમાં કુશ્તીની મેટ પર મેડલ જીતવાની આશા છે. 

આ પણ વાંચોઃ Tokyo Olympics: ભારતીય મહિલાઓએ ઈતિહાસ રચ્યો, જાણો કોણ છે ટીમના કોચ 'કબીર ખાન'

સોનમ આપશે પ્રથમ પડકાર
ભારત તરફથી 19 વર્ષની સોનમ સૌથી પહેલા મહિલા 62 કિલો વર્ગમાં પડકાર રજૂ કરવા ઉતરશે. તેણે એશિયન ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા મંગોલિયાની બોલોરતુયા ખુરેલખૂ સામે ટકરાવાનું છે. સોનમ અને 19 વર્ષની અન્ય એક રેસલર અંશુ મલિક બંને સીનિયર સર્કિટ પર નવી ખેલાડી છે અને તેવામાં તેના વિરોધી ખેલાડીઓને તેની ગેમની વધુ જાણકારી નથી. ભારતીય રેસલરો વિરોધીઓને ચોંકાવી શકે છે. અંશુએ સારૂ પ્રદર્શન કર્યું છે અને તેની ગેમમાં સતત સુધાર થઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓ પર કોઈ દબાવ નથી અને જો તે મેડલ વગર પરત આવે તો તેને ભવિષ્યમાં અહીં મળનારા અનુભવનો ફાયદો મળશે. 

વિનેશ ફોગાટ પાસે ગોલ્ડની આશા
સીનિયર રેસલર વિનેશ પોતાની સ્પર્ધામાં શીર્ષ વરીય રેસલરના રૂપમાં ઉતરશે અને જાપાનની માયૂ મુકાઇદા સિવાય બધી વિરોધીઓને પડકાર આપવામાં સક્ષમ છે. વિનેશના વર્ગમાં પડકાર વધુ મજબૂત હશે. વિનેશનું ડિફેન્સ સારૂ થયું છે અને તેની પલટવાર કરવાની ક્ષમતા દમદાર છે. તેણે એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ પણ જીત્યો હતો. એશિયન ચેમ્પિયનશિપ અને અન્ય સ્પર્ધામાં જાપાન અને ચીનના રેસલરો સામેલ થયા નહતા. 

બજરંગ અપાવી શકે છે ગોલ્ડ
પુરૂષ વર્ગમાં ભારતીય પડકારની આગેવાની બજરંગ કરશે જે વિશ્વ સ્તર પર સન્માનિત રેસલર છે. બજરંગે પોતાની છેલ્લી 10 આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં છ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બંજરંગનો સ્ટેમિના તેનું પલડું ભારે કરે છે પરંતુ તેના પગના બચાવની પરીક્ષા થશે, તેના વર્ગમાં પણ મુશ્કેલ પડકાર છે અને ઓછામાં ઓછા પાંચ છ રેસલરો ગોલ્ડ મેડલ જીતવામાં સક્ષમ છે. 

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સિરાજના બાઉન્સરથી આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટમાંથી બહાર

રવિ અને દીપક પાસે પણ અપેક્ષાઓ
રવિ પણ મેડલનો દાવેદાર છે. તેની પાસે મજબૂતી અને સ્ટેમિના છે જ્યારે તેનો તકનીકી પક્ષ મજબૂત છે. તેણે પોતાની મોટાભાગની મેચ તકનીકી ક્ષમતાના આધારે જીતી છે. તેના વર્ગમાં રશિયા ઓલિમ્પિક સમિતિના જાવુર ઉગયેવ અને તુર્કીના સુલેમાન અતલી મજબૂત વિરોધી છે. સ્પર્ધા રમવામાં ઓછો સમય મળવાથી દીપક પૂનિયા (86 કિલો ફ્રીસ્ટાઇલ) સંભવતઃ સંપૂર્ણ તૈયારી સાથે ઉતર્યો નથી. વિશ્વ ચેમ્પિયનશિપ 2019માં સિલ્વર મેડલ વિજેતા દીપકે વિશ્વ કપ 2020 બાદથી કોઈ સ્પર્ધામાં ભાગ લીધો નથી. તે કોણીની ઈજામાંથી સાજો થઈ રહ્યો હતો અને તેણે પોલેન્ડ ઓપનમાંથી પોતાનું નામ પરત લીધુ હતું. ઓલિમ્પિક પહેલા પોલેન્ડ ઓપન છેલ્લી સ્પર્ધા હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube