Tokyo Olympics: સ્પેનને 3-0થી પરાજય આપી ભારતીય હોકી ટીમની શાનદાર વાપસી

Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમ (Indian Hockey Team) ઓસ્ટ્રેલિયા સામે આગળની મેચમાં હારી હતી. આ હારથી ભારતીય હોકી ટીમ જોરદાર વાપસી કરી છે. આ જીતથી આગામી મેચોમાં ટીમનું મનોબળ જરૂર મજબૂત થશે. 

Tokyo Olympics: સ્પેનને 3-0થી પરાજય આપી ભારતીય હોકી ટીમની શાનદાર વાપસી

નવી દિલ્લીઃ ઓલિમ્પિકમાં ભારતીય હોકી (Indian Hockey) માટે આજનો દિવસ જોરદાર રહ્યો, ડ્રેગફ્લિકર રૂપિંદર પાલ સિંહ (Rupinderpal Singh) બે લોકોની મહેનતથી ભારતે પુરૂષ હોકી સ્પર્ધા પૂલ A માં પોતાના ત્રીજા મેચમાં સ્પેનને 3-0 થી હરાવ્યું. ભારતીય હોકી ટીમ (Indian Hockey Team) ઓસ્ટ્રેલિયા સામે આગળની મેચમાં હારી હતી. આ હારથી ભારતીય હોકી ટીમ જોરદાર વાપસી કરી છે. આ જીતથી આગામી મેચોમાં ટીમનું મનોબળ જરૂર મજબૂત થશે.  

હાર પછી જોરદાર જીત:
દુનિયામાં નવમાં નંબરની ટીમ સ્પેન સામે ભારત તરફથી રૂપિંદર (15મી અને 51મી મિનિટ) ના બે જ્યારે સિમરનજીતસિંહ  (14મી મિનિટ) માં એક ગોલ કર્યો. દુનિયાની ચોથી નંબરની ટીમ ભારતે (Indian Hockey Team) પોતાની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડમાં 3-2 થી હરાવી. શરૂઆત વિજય થવા. એવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામે એક તરફની સ્પર્ધામાં તેને 1-7 થી હાર મળી. સ્પેનની ટીમને ટુર્નામેન્ટમાં અત્યાર સુધી જીત મળી નથી. ટીમે પોતાની પહેલી મેચમાં અર્જેન્ટીના સામે 1-1 થી ડ્રૉ ખોલ્યો હતો. જ્યારે બીજી મેચમાં તેની ન્યૂઝીલેન્ડ સામે 3-4 થી હાર ભોગવવી પડી હતી. ભારત પોતાની આગલી મેચમાં ગુરૂવારે પહેલાની ઓલિમ્પિક ચેમ્પિયન અર્જેન્ટીના સામે રમશે. 

મેચમાં ભારે રહી ભારતીય ટીમ:
કોઈ પણ ટીમ માટે મનોબળ તોડવાવાળી હાર પછી એક દિવસની અંદર હારના આઘાતમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલી છે. ભારત અને સ્પેન વચ્ચે રમાનારી મેચમાં મંગળવારે ભારતીય ટીમ વધુ મજબૂત જોવા મળી. મનપ્રીતસિંહના નેતૃત્વવાળી ટીમે શરૂઆતથી જ વિરોધી ટીમ પર દબાવ બનાવ્યો અને શરૂઆતની 10 મિનિટમાં બોલને વધુ સમય સુધી પોતાના તાબામાં રાખવામાં સફળ રહી ટીમ. જો કે ટીમ ગોલ કરવાનો કોઈ ચાન્સ મળ્યો ન હતો. 

નવમી મિનિટમાં ભારતને લીડ લેવાની તક મળી પરંતુ મનપ્રીતે પાસ કર્યા બાદ સિમરનજીત હોલ કરવામાં નિષ્ફળ રહી. સ્પેનની ટીમ ધીમે-ધીમે આગળ વધી એને ટીમે 12મી મિનિટે પહેલો પેનલ્ટી કોર્નર મેળવ્યો જે એમ જ વ્યર્થ જતો રહ્યો. પહેલા ક્વાટરની છેલ્લી ઘડીએ ભારતે અટેક કર્યો. ટીમને તેનો ફાયદો પણ મળ્યો. સ્પેનના ડિફેન્સની મજબૂરીનો ફાયદો ઉઠાવીને અમિત રોહિદાસના પાસ ઉપર સિમરનજીતે ગોલ કરી દીધો. ભારતીને છેલ્લી મિનિટમાં સળંગ 3 પેનલ્ટી કોર્નર મળ્યા. ત્રીજા પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીતના શોર્ટ પર બોલ સ્પેનના ડેફેન્ડર પાસે જઈને અથડાયો અને ભારતને પેન્લટી સ્ટ્રોક મળ્યો જેને રૂપિંદરે ગોલમાં બદલ્યો.

ગોલકીપર શ્રીજેશનો કમાલ:
બે ગોલથી પાચલ રહ્યા પછી સ્પેને બીજા ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સ લાઈન પર દબાવ બનાવ્યો અને વધુ સમય ભારતીય હાલ્ફમાં રમવામાં આવ્યો. સ્પેનને દબાવની રણનીતિનો ફાયદો ત્રીજા ક્વોર્ટરમાં 3 પેનલ્ટી કોર્નરના રૂપમાં મળ્યો પરંતુ ભારતના ડિફેન્સની સામે વિરોધી ટીમનું કંઈ આવ્યું નહીં. 

ઓસ્ટ્રેલિયા સામેની પૂરી રીચે નિષ્ફળ રહેલા અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ સ્પેન સામે ગજબના ફોર્મમાં જોવા મળ્યા. તેમને વિરોધી ટીમના ઘણા એટકને નિષ્ફળ કરી દીધા.  બે ગોલની બઢત પછી ભારતીય ટીમ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં ડિફેન્સિવ ગેમ દેખાડી અને સ્પેન પર દબાવ રાખવાનું ચાલુ રાખ્યું. ભારતને 51મી મિનિટે મેચના ચોથા પેનલ્ટી કોર્નર મળ્યો જેને રૂપિંદરે ગોલમાં બદલી નાખ્યો ભારત ટીમને 3-0 થી આગળ કરી દીધી. સ્પેનની અંતિમ મિનિટમાં પણ એક પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ આ વખતે પણ શ્રીજેશે ક્યુમાદાના પ્રયત્નને નિષ્ફળ સાબિત કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news