નવી દિલ્હી : ક્રિકેટની દુનિયામાં 2017નું વર્ષ ખાસ રહ્યું. ગયા વર્ષે અનેક નવા રેકોર્ડ બન્યા અને જુના રેકોર્ડ તૂટ્યા. ટીમ ઇન્ડિ્યા 2017માં નવી તાકાત બનીને વિકસી છે. આ સંજોગોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ હાલમાં 2017ની ટોપ 10 ટ્વીટની યાદી જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICCએ આ યાદી સૌથી વધારે રી-ટ્વીટ તેમજ લાઇકની ગણતરીના આધારે જાહેર કરી છે. આ ટોપ-10 ટ્વીટમાં 8માં પાકિસ્તાનનું નામ શામેલ છે. 


ટોપ10 ટ્વીટમાં સૌથી વધારે ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલા મેચને જ સ્થાન મળ્યું છે. 2017માં ICCની સૌથી વધારે ફેવરિટ ટ્વીટમાં ભારત અને પાકિસ્તાનના મુક્ત મનના સ્વાસ્થ્યનો સમાવેશ થાય છે. 


પહેલી ટ્વીટ : ICCએ આ ટ્વીટ 18 જૂન, 2017ના દિવસે કરી હતી. હકીકતમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને પાકિસ્તાને હરાવ્યું હતું. આ મેચ પછી યુવરાજ સિંહ અને વિરાટ કોહલી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે મસ્તી કરતા જોવા મળ્યા છે. 



બીજી ટ્વીટ: બીજા નંબર પર એ ટ્વીટ રહી જેના પર લખ્યું હતું કે પાકિસ્તાન પાસે ICCની ખાસ ટ્રોફી છે.



ત્રીજી ટ્વીટ: ત્રીજા નંબર પર પાકિસ્તાનનો ચેમ્પિયન્ ટ્રોફીની ઉજવણીનો વીડિયો છે.



ચોથી ટ્વીટ: યુવરાજ સિંહના 6 સિક્સર 



પાંચમી ટ્વીટ: ચેમ્પિયન્સ ટ્રોફી સાથે  પાકિસ્તાન ટીમનો ફોટો



છઠ્ઠી ટ્વીટ: હાર પછી વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાએ દ્વારા પાકિસ્તાનને જીતના વધામણા



સાતમી ટ્વીટ: કેપ્ટન તરીકે ટી-20 મેચમાં રોહિત શર્માએ 35 બોલમાં ફટકારી સદી



આઠમી ટ્વીટ: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની જીતની ઉજવણી



નવમી ટ્વીટ: કોહલી-સરફરાઝનું એકસાથે ફોટોશૂટ



દસમી ટ્વીટ: પાકિસ્તાનનો ખિતાબ વિજય 



ICC ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓને એકસાથે હસતા જોવામાં આવ્યા હત આને આ ટ્વીટ જ બની ટ્વીટ ઓફ 2017. આ વીડિયોને 12,473 વખત રી ટ્વીટ અને  29,008 વખત લાઇક કરવામાં આવ્યો હતો.