2018મા એકદિવસીય મેચોમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર 5 બોલર

વર્ષ 2018 પૂરુ થવા પર છે. બે દિવસમાં નવું વર્ષ 2019 આવી જશે. આ વર્ષમાં કેટલાક ખેલાડીઓને ખુશી મળી તો કેટલાક ખેલાડીઓના હાથે નિષ્ફળતા લાગી છે. જે ખેલાડીઓએ આ વર્ષમાં કંઇ ખાસ પ્રદર્શન કર્યું નથી તે આ વર્ષને ભૂલી જવા ઈચ્છશે. પરંતુ જે ખેલાડીઓનું આ વર્ષ શાનદાર રહ્યું તે ઈચ્છશે તેમનો આવો સમય ચાલતો રહે. 
 

2018મા એકદિવસીય મેચોમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર 5 બોલર

નવી દિલ્હીઃ ર્ષ 2018 પૂરુ થવા પર છે. બે દિવસમાં નવું વર્ષ 2019 આવી જશે. આ વર્ષમાં કેટલાક ખેલાડીઓને ખુશી મળી તો કેટલાક ખેલાડીઓના હાથે નિષ્ફળતા લાગી છે. જે ખેલાડીઓએ આ વર્ષમાં કંઇ ખાસ પ્રદર્શન કર્યું નથી તે આ વર્ષને ભૂલી જવા ઈચ્છશે. પરંતુ જે ખેલાડીઓનું આ વર્ષ શાનદાર રહ્યું તે ઈચ્છશે તેમનો આવો સમય ચાલતો રહે. 

લગભગ તમામ દાયકામાં એકથી સારા એક બોલર આવ્યા જેની સાથે બેટિંગ કરવી મુશ્કેલ રહેતી હતી. આજના સમયમાં પણ એવા કેટલાક બોલર છે, જેની સામે ટકી રહેવું મુશ્કેલ લાગે છે. આજે અમે તમને આ વર્ષના એવા બોલરો વિશે જણાવશું જેણે એકદિવસીય મેચોમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. 

રાશિદ ખાન
આ વર્ષે એકદિવસીય મેચોમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં પ્રથમ સ્થાને દિગ્ગજ લેગ સ્પિનર રાશિદ ખાનનું નામ છે. આ જાદૂઈ બોલરે આ વર્ષે 20 મેચોમાં 48 વિકેટ ઝડપી છે. આવો શાનદાર આંકડા ક્યારેક જ જોવા મળે છે. રાશિદ ખાન એક એવા દેશમાંથી આવે છે, જ્યાં ક્રિકેટની મૂળભુત સુવિધાઓ ખુબ ઓછી છે. તેમ છતાં તે કમાલની બોલિંગ કરે છે. આ સમયે તે વિશ્વનો શ્રેષ્ઠ સ્પિનર છે. તેના બોલનો સામનો કરવામાં દિગ્ગજ બેટ્સમેનોને પણ મુશ્કેલી પડે છે. રાશિદ ખાન આ દિવસોમાં ક્રિકેટમાં એક મોટું નામ બની ગયું છે. તે અફગાનિસ્તાન નહીં પરંતુ વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ ચુક્યો છે. 

કુલદીપ યાદવ
ક્રિકેટની દુનિયામાં વધુ એક સિતારાનો ઉદય થઈ ગયો છે. તે સિતારો બીજું કોઈ નહીં પરંતુ કુલદીપ યાદવ છે. તે આ વર્ષે વનડેમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 19 વનડે મેચ રમી છે અને 45 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવ વિશ્વ ક્રિકેટમાં પોતાનું નામ બનાવી ચુક્યો છે. વર્તમાનમાં તે એકદિવસીય અને ટી20મા ટીમ ઈન્ડિયાનો પસંદગીનો સ્પિનર છે. ક્યારેક તેને ટેસ્ટ મેચ રમવાની પણ તક મળે છે. આગામી વર્ષે વિશ્વકપ યોજાવાનો છે અને તે વાતમાં કોઈ શંકા નથી કે કુલદીપ યાદવ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. 

આદિલ રાશિદ
ઈંગ્લેન્ડના લેગ સ્પિનર આદિલ રાશિદનું નામ આ યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. તેણે આ વર્ષે 24 મેચ રમી છે, જેમાં 42 વિકેટ ઝડપી છે. 36 રન આપીને ચાર વિકેટ તેનું આ વર્ષે બેસ્ટ પ્રદર્શન છે. પાકિસ્તાની મૂળના આ ખેલાડી પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતો છે. તમને જણાવી દઈએ કે આદિલ રાશિદે પાકિસ્તાન વિરુદ્ધ પોતાના પર્દાપણ મેચમાં શાનદાર પાંચ વિકેટ ઝડપી છે. 

મુઝીબ ઉર રહમાન
રાશિદ ખાન અને મોહમ્મદ નબી બાદ વધુ એક અફગાની ખેલાડી વિશ્વ પટલ પર પોતાની છાપ છોડી રહ્યો છે. આ બોલરનું નામ છે મુઝીબ ઉર રહમાન. અફગાનિસ્તાનની ગલીઓમાંથી નિકળીને આ સિતારો હવે ક્રિકેટ જગતમાં ચમકવા લાગ્યો છે. રાશિદની જેમ મુઝીબનું પણ મોટુ નામ થઈ ગયું છે. માત્ર 17 વર્ષની ઉંમરે આ ખેલાડીનું નામ ક્રિકેટ પ્રેમીઓના મોઢા પર છે. આટલી નાની ઉંમરમાં સફળતાનો સ્વાદ ચાખવો એક મોટી વાત છે. ન માત્ર અફગાનિસ્તાન પરંતુ વિશ્વ ક્રિકેટને તેની પાસે આશાઓ છે. 

ટેંડઈ ચટારા
આ યાદીમાં પાંચમાં સ્થાને આવે છે ટેંડઈ ચટારા, તમે લગભગ આ ખેલાડીનું નામ પ્રથમવાર સાંભળી રહ્યાં હશો પરંતુ આ ખેલાડીએ મોટા મોટા બોલરોને પાછળ છોડીને આ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ઝિમ્બાબ્વે તરફતી રમનાર આ ખેલાડીએ 2018મા 21 મેચ રમી છે, જેમાં તેણે 30 વિકેટ ઝડપી છે. 33 રન આપીને ચાર વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 27 વર્ષીય આ બોલરના એકદિવસીય કરિયરની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી કુલ 62 મેચ રમી છે અને 85 વિકેટ પોતાના નામે કરી છે. એક જમાનો હતો જ્યારે ઝિમ્બાબ્વેની ટીમમાં એંડી ફ્લાવર, ગ્રાંડ ફ્લાવર અને હીથ સ્ટ્રીક જેવા દિગ્ગજ ખેલાડીઓ હતા, પરંતુ આજે ટીમ પાસે આવા ખેલાડીઓની કમી છે. આજ કારણ છે કે, હાલના સમયમાં ઝિમ્બાબ્વે એક નબળી ટીમ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news