આ વિસ્ફોટક બેટ્સમેને 427 બોલમાં બનાવ્યા 501 રન... ફટકાર્યા 10 છગ્ગા અને 62 ચોગ્ગા, પહેલી વખત બન્યો આ અસંભવ વર્લ્ડ રેકોર્ડ
World Record: વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને ક્રિકેટ ઇતિહાસના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. બ્રાયન લારા જ્યાં સુધી ક્રીઝ પર રહેતો હતો, ત્યાં સુધી સ્કોરબોર્ડ ચાલતો રહેતો હતો. દુનિયામાં માત્ર એક જ બેટ્સમેનના નામે 500 અથવા તેનાથી વધુ રનની વ્યક્તિગત ઇનિંગ્સ રમવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, અને આ ધુરંધર ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ બ્રાયન લારા છે.
Trending Photos
)
World Record: વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને ક્રિકેટ ઇતિહાસના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ જૂન 1994માં ડરહમ સામે બર્મિંગહામના મેદાનમાં અણનમ 501 રનની વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ રમી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બ્રાયન લારાના આ વર્લ્ડ રેકોર્ડને 31 વર્ષથી દુનિયાના કોઈપણ બેટ્સમેન તોડી શક્યો નથી.
એક જ ઇનિંગમાં ફટકાર્યા 501 રન
બ્રાયન લારાએ 6 જૂન 1994ના રોજ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બ્રાયન લારાએ વોરવિકશાયર માટે રમતા બર્મિંગહામના મેદાનાં ડરહમ સામે અણનમ 501 રન બનાવ્યા હતા. વોરવિકશાયર માટે રમતા લારાએ આ મેચમાં 62 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાની બેટ્સમેનનો રેકોર્ડ ધરાશાયી
આ સાથે જ લારાએ પાકિસ્તાની બેટ્સમેન હનીફ મોહમ્મદનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન હનીફ મોહમ્મદે જાન્યુઆરી 1959માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બહાવલપુર સામે 499 રન બનાવ્યા હતા. હનીફ મોહમ્મદ માત્ર એક રનથી 500 રનનો રેકોર્ડ બનવવાથી ચૂકી ગયો હતો. કરાચી માટે રમતા હનીફ મોહમ્મદે આ મેચમાં 64 ચોગ્ગા ફટકાર્યા હતા.
રહેમની ભીખ માંગતા રહી ગયા બોલર
બ્રાયન લારાએ ડરહમ સામે 427 બોલમાં 62 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 501 રન ફટકાર્યા હતા. બ્રાયન લારાની આ ભયાનક ઇનિંગ સામે ડરહમના બોલરોને રહેમની ભીખ માંગતા હતા. બ્રાયન લારા દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલરોની લાઇન અને લેન્થને ખરાબ કરી દેતા હતા.
બ્રાયન લારાએ વેસ્ટ ઇન્ડીઝ માટે 131 ટેસ્ટ મેચમાં 52.88ની સરેરાશથી 11,953 રન બનાવ્યા છે, જેમાં 34 સદી અને 48 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર 400 અણનમ છે. બ્રાયન લારાએ 199 વનડેમાં 40.48ની સરેરાશથી 10,405 રન પણ બનાવ્યા છે, જેમાં 19 સદી અને 63 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો શ્રેષ્ઠ સ્કોર 169 છે.
ટેસ્ટ ક્રિકેટમાં 400 રનનો વર્લ્ડ રેકોર્ડ
બ્રાયન લારાએ 12 એપ્રિલ 2004ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં 400 રનની ઈનિંગ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 12 એપ્રિલ 2004ના રોજ બ્રાયન લારાએ એન્ટિગુઆમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન 400 રનની ઐતિહાસિક અણનમ ઇનિંગ રમી હતી. આ પહેલી અને છેલ્લી વખત હતું જ્યારે કોઈ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં 400 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
બ્રાયન લારાનો અમર રેકોર્ડ
21 વર્ષથી દુનિયાનો કોઈ બેટ્સમેન આ રેકોર્ડ તોડી શક્યો નથી. બ્રાયન લારાએ ઇંગ્લેન્ડ સામેની તે ટેસ્ટ મેચમાં 582 બોલમાં 43 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 400 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં બ્રાયન લારાની આ ઇનિંગ કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત ઇનિંગનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ વર્લ્ડ રેકોર્ડ 21 વર્ષથી અમર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














