ગુજરાતી ન્યૂઝSportsઅસંભવ ! W, W, W, W, W...એક ઓવરમાં 5 વિકેટ, ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક, આ ભારતીય બોલરના નામે છે અનોખો રેકોર્ડ

અસંભવ ! W, W, W, W, W...એક ઓવરમાં 5 વિકેટ, ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક, આ ભારતીય બોલરના નામે છે અનોખો રેકોર્ડ

Unbreakable Cricket Records : ભારતીય ક્રિકેટમાં ઘણા મહાન બોલરો છે. બોલરોની રેકોર્ડ લિસ્ટ દરરોજ લાંબી થતી જાય છે. પરંતુ અમે તમને એક એવા ભારતીય બોલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે માત્ર એક ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. આ બોલર ત્રણેય ફોર્મેટમાં હેટ્રિકનો રેકોર્ડ પણ ધરાવે છે.

અસંભવ ! W, W, W, W, W...એક ઓવરમાં 5 વિકેટ, ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક, આ ભારતીય બોલરના નામે છે અનોખો રેકોર્ડ

Unbreakable Cricket Records : ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે ભારતીય ક્રિકેટ પ્રતિભાની ખાણ છે. પરંતુ દેશ માટે રમવાનું દરેક ખેલાડીનું સપનું પૂરું થતું નથી. કેટલાક લોકોનું ભાગ્ય ચમકે છે જ્યારે કેટલાક લોકો પ્રતિભા હોવા છતાં તાજ વગરના રાજાઓ જ રહે છે. આજે અમે તમને આવા જ એક બોલરની કહાની જણાવીશું, જેના નામે એક ઓવરમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ છે. એટલું જ નહીં, આ બોલરે ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક લેવાની સિદ્ધિ પણ મેળવી છે.

ટૂંકી કારકિર્દી

Add Zee News as a Preferred Source

અમે વાત કરી રહ્યા છીએ અભિમન્યુ મિથુન વિશે, જેણે ભલે આ કારનામું કર્યું હોય પરંતુ ટીમ ઈન્ડિયામાં વધુ સમય ટકી શક્યો નહીં. તેણે ટેસ્ટ અને વનડે સહિત કુલ 9 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો દબદબો છે. હેટ્રિક કોઈપણ બોલરની કારકિર્દીમાં ગૌરવ વધારે છે. અભિમન્યુ મિથુને ઘરેલુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક લઈને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. એટલું જ નહીં તેણે એક ઓવરમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.

ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક

2009માં અભિમન્યુએ રણજીમાં પદાર્પણ કર્યું અને ઉત્તર પ્રદેશ સામેની મેચમાં કર્ણાટક માટે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે બીજા દાવની 60મી ઓવરમાં હેટ્રિક લીધી. આ પછી વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં અભિમન્યુએ હેટ્રિક લીધી અને ટીમને જીત તરફ દોરી. આ પછી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઐતિહાસિક બોલિંગ કરી અને અત્યાર સુધી આ રેકોર્ડને કોઈ સ્પર્શી શક્યું નથી.

એક ઓવરમાં 5 વિકેટ

બે હેટ્રિક પહેલા પણ અભિન્યુનું નામ એટલા માટે ચર્ચામાં હતું કારણ કે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલ મેચમાં એક જ ઓવરમાં 5 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મિથુને ઈનિંગની છેલ્લી ઓવરના પ્રથમ ચાર બોલ પર હિમાંશુ રાણા, રાહુલ તેવટિયા, સુમિત કુમાર અને અમિત મિશ્રા જેવા બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ પછી એક વાઈડ બોલે તેના જાદુઈ સ્પેલમાં વિક્ષેપ પાડ્યો, ત્યારબાદ છેલ્લા બોલ પર જયંત યાદવની વિકેટ લઈને તેણે આ સ્પેલ ઈતિહાસના પાનામાં નોંધી લીધો. વર્ષ 2021માં તેના પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news