વૈભવ સૂર્યવંશીએ છગ્ગા અને રનોનો વરસાદ કરી રચ્યો ઈતિહાસ, તોડ્યો એબી ડી વિલિયર્સનો મહારેકોર્ડ
Vaibhav Sooryavanshi Records: વૈભવ સૂર્યવંશીએ શુક્રવારે અંડર-19 એશિયા કપ 2025 ટુર્નામેન્ટ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) સામેની મેચમાં 95 બોલમાં 171 રનની શાનદાર ઐતિહાસિક ઇનિંગ રમી છે. વૈભવ સૂર્યવંશીએ પોતાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા છે. માત્ર 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીના બેટિંગ પ્રદર્શનથી આખી દુનિયા હેરાન થઈ ગઈ છે. વૈભવ સૂર્યવંશીએ પોતાની આ ઇનિંગ દરમિયાન 180ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે.
Trending Photos
)

વૈભવ સૂર્યવંશીએ છગ્ગા અને રનની ધમાકેદાર ઇનિંગ સાથે રચ્યો ઇતિહાસ
ભારતને અંડર-19 એશિયા કપ 2025માં વૈભવ સૂર્યવંશીની ઇનિંગના દમ પર સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 433 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. વૈભવ સૂર્યવંશીએ આ દરમિયાન એરોન જ્યોર્જ સાથે મળીને બીજી વિકેટ માટે 212 રનની શાનદાર પાર્ટનરશિપ કરીને ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. વૈભવ સૂર્યવંશી બેવડી સદીની નજીક હતો, પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બોલર ઉદીશ સિરીએ ભારતીય ઇનિંગની 33મી ઓવરમાં તેને બોલ્ડ કર્યો.
એક જ ઝટકામાં તૂટી ગયો એબી ડી વિલિયર્સનો મહારેકોર્ડ
વૈભવ સૂર્યવંશી 171 રન બનાવીને આઉટ થયો અને માત્ર 29 રનથી તેની બેવડી સદી ચૂકી ગયો. વૈભવ સૂર્યવંશીનું નામ હવે હવે યુથ ODI ઇતિહાસમાં ભારતીય દ્વારા બનાવવામાં આવેલ બીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. આ પહેલા ઓગસ્ટ 2002માં અંબાતી રાયડુએ ટોન્ટનમાં ઇંગ્લેન્ડ સામેની યુથ ODI મેચમાં 169 બોલમાં અણનમ 177 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીનો સ્કોર (171 રન) યુથ વનડે ઇતિહાસમાં 9મો સૌથી બેસ્ટ સ્કોર છે.
હાથ જોડીને ભગવાનનો માન્યો આભાર
વૈભવ સૂર્યવંશીએ આ સાથે જ યુથ વનડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાના માલમાં શિખર ધવન (155*), એબી ડી વિલિયર્સ (143), શુભમન ગિલ (160*) અને અન્ય ઘણા ધુરંધરોને પાછળ છોડી દીધા છે. વૈભવ સૂર્યવંશીએ જ્યારે 56 બોલમાં સદી પૂરી કરી, ત્યારે ટીમના સભ્યોએ ડગઆઉટમાંથી તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. વૈભવ સૂર્યવંશીએ હેલ્મેટ કાઢ્યા વિના ધીમે ધીમે બેટ ઊંચું કરીને તાળીઓના ગડગડાટનો જવાબ આપ્યો અને પછી હાથ જોડીને ઉપર જોઈને તેની સદી માટે ભગવાનનો આભાર માન્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે