)
Unique Cricket Record: T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક અસંભવ જેવો વર્લ્ડ રેકોર્ડેના કારણે રેકોર્ડ બુકને પણ હચમચાવી નાખી છે. ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર એવો ચમત્કાર થયો જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ટીમે 'Quadruple Century' ફટકારીને 427 રનનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. આ દરમિયાન આ ટીમને 73 રન એક્સ્ટ્રા તરીકે ભેટમાં મળ્યા હતા. આ 73 એક્સ્ટ્રા રનમાંથી 64 રન નો-બોલ, 8 રન વાઈડ બોલ અને 1 રન બાય બોલના હતા. રસપ્રદ વાત એ છે કે, T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 427 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર આ ટીમના બેટ્સમેનોએ એક પણ સિક્સર ફટકારી ન હતી.
T20 ઈન્ટરનેશનલ મેચમાં બન્યા 427 રન
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આર્જેન્ટિનાની મહિલા ક્રિકેટ ટીમે 13 ઓક્ટોબર 2023ના રોજ ચિલીની ટીમ સામે 20 ઓવરમાં માઉન્ટ એવરેસ્ટ જેવો 427 રન બનાવ્યા હતા. પુરુષો હોય કે મહિલા આ સ્કોર T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટીમ સ્કોર છે. આર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ આયર્સમાં રમાયેલી આ T20 ઈન્ટરનેશનલ મેચમાં ચિલીની મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ચિલીની ટીમને ખબર નહોતી કે આ નિર્ણય તેમના માટે ઘાતક સાબિત થશે. પહેલા બેટિંગ માટે આમંત્રણ મળતાં આર્જેન્ટિનાની મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 427 રનનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ સ્કોર બનાવ્યો.
અસંભવ રેકોર્ડ
આર્જેન્ટિનાની બેટ્સમેન લુસિયા ટેલરે માત્ર 84 બોલમાં 169 રનની ઇનિંગ રમી. લુસિયા ટેલરે 201.19 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને તેની ઇનિંગમાં 27 ચોગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત લુસિયા ટેલરની ઓપનિંગ પાર્ટનર આલ્બર્ટિના ગુલાને 84 બોલમાં 145 રનની અણનમ ઇનિંગ રમી. આલ્બર્ટિના ગલને 172.61ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને તેની ઇનિંગમાં 23 ચોગ્ગા ફટકાર્યા. જ્યાકે મારિયા કાસ્ટિનેયરસે 16 બોલમાં ઝડપી 40 રન બનાવ્યા. મારિયા કાસ્ટિનેયરસે 250ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને 7 ચોગ્ગા ફટકાર્યા. આર્જેન્ટિનાને 73 રન એક્સ્ટ્રા તરીકે ભેટમાં મળ્યા હતા.
1 ઓવરમાં 52 રન
આર્જેન્ટિના અને ચિલી વચ્ચેની આ મેચમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો. ચિલીની મીડિયમ પેસર ફ્લોરેન્સિયા માર્ટિનેઝે માત્ર એક ઓવરમાં 52 રન આપ્યા, જેમાં 17 નો-બોલનો સામેલ હતા. આર્જેન્ટિનાના બેટ્સમેનોએ ફ્લોરેન્સિયા માર્ટિનેઝની આ ઓવરનો પૂરો ફાયદો ઉઠાવ્યો. આ પહેલા દુનિયાના કોઈ પણ બોલરે એક ઓવરમાં 52 રન આપ્યા નહોતા, પરંતુ ચિલીની બોલર ફ્લોરેન્સિયા માર્ટિનેઝે આ શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો. આર્જેન્ટિનાના 427 રનના જવાબમાં ચિલીની ટીમ લક્ષ્યનો પીછો કરતી વખતે 63 રનમાં જ ઢળી પડી. આર્જેન્ટિનાએ આ મેચ 364 રનથી જીતી લીધી.
આ ઐતિહાસિક T20 ઈન્ટરનેશનલ મેચમાં કયા રેકોર્ડ બન્યા?
1. T20 ઈન્ટરનેશનલ/T20 ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત બન્યો 400+ રનનો સ્કોર
2. T20 ઈન્ટરનેશનલ/T20 ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત બની 350+ રનની પાર્ટનરશિપ (લુસિયા અને અલ્બર્ટિના)
3. એક T20 મેચમાં સૌથી વધુ એક્સ્ટ્રા રન - 73 રન
4. એક T20 મેચમાં સૌથી વધુ નો-બોલના રન - 64 રન
5. એક ઓવરમાં સૌથી વધુ રન - ફ્લોરેન્સિયા માર્ટિનેઝે એક ઓવરમાં 52 રન આપ્યા