ગુજરાતી ન્યૂઝSports2 ઓવર અને 94 રન.....ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો ચમત્કાર, ચોગ્ગા-સિક્સરોના સુનામીથી હલી ગયું ક્રિકેટ જગત

2 ઓવર અને 94 રન.....ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો ચમત્કાર, ચોગ્ગા-સિક્સરોના સુનામીથી હલી ગયું ક્રિકેટ જગત

Unique Cricket Records: આજે અમે તમને એક એવી લીગનો રેકોર્ડ જણાવવા જઈ રહ્યા છીએ, જેની સામે IPLના રેકોર્ડ ઘણા નાના લાગશે. આ રેકોર્ડે ક્રિકેટની પરિભાષા જ બદલી નાખી છે. બેટ્સમેનોએ માત્ર 2 ઓવરમાં 94 રન બનાવીને એક નવો જ ઈતિહાસ રચ્યો હતો.

2 ઓવર અને 94 રન.....ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો ચમત્કાર, ચોગ્ગા-સિક્સરોના સુનામીથી હલી ગયું ક્રિકેટ જગત

Unique Cricket Records: IPL 2025નો રોમાંચ ચરસ પર છે. આ લીગમાં ક્યારેક 111 રનનો લક્ષ્યાંક ડિફેન્ડ થઈ જાય છે તો ક્યારેક ચોગ્ગા અને સિક્સરોથી પહાડ જેવો ટાર્ગેટ પણ ચેન્જ થઈ જાય છે. રેકોર્ડતોડ લીગના દિવાના ઘણા ચાહકો છે, પરંતુ અમે તમને એવા રેકોર્ડની કહાણી જણાવવા જઈ રહ્યા છીએ જેણે ક્રિકેટની પરિભાષા જ બદલી નાખી.

એક ઓવરમાં 36થી વધુ ડબલ રન
દરેક વ્યક્તિ જાણે છે કે એક ઓવરમાં 36 કે તેથી વધુ રન બનાવી શકાય છે. પરંતુ જો આપણે કહીએ કે એક ઓવરમાં બમણાથી વધુ 36 રન બનાવ્યા તો વિશ્વાસ કરવો મુશ્કેલ થશે. જી હા, 77 રનની ઓવર, જેમાં 8 ફોર અને 6 સિક્સ જોવા મળી હતી. આ કહાની એક ફર્સ્ટ ક્લાસ મેચની છે જેમાં માત્ર 2 ઓવરમાં 94 રન બન્યા છે, જેણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.

Add Zee News as a Preferred Source

એક ઓવરમાં બન્યા હતા 77 રન
આ કહાની વર્ષ 1990ની છે જ્યાં ક્રાઈસ્ટચર્ચમાં કેન્ટરબરી અને વેલિંગ્ટન વચ્ચે ફર્સ્ટ ક્લાસ મેચ રમાઈ રહી હતી. શેલ ટ્રોફીની આ મેચમાં એક ચમત્કાર થયો. છેલ્લા દિવસે કેન્ટરબરીને જીતવા માટે 2 ઓવરમાં 95 રનની જરૂર હતી. બધાએ આશા છોડી દીધી હતી, પરંતુ એક ઓવરે મેચનું પરિણામ બદલી નાખ્યું. વેલિંગ્ટન બોલર બર્ટ વાન્સે એક ઓવરમાં 22 બોલ ફેંક્યા, 17 નો બોલ જેમાં બેટ્સમેનને વિસ્ફોટક બેટિંગ કરી હતી અને અમ્પાયર ગણતરી કરવાનું ભૂલી ગયા. આ ઓવરમાં કુલ 77 રન બનાવ્યા જેમાં 8 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે.

બેટ્સમેને ઠોક્યા 70 રન
કેન્ટરબરીના બેટ્સમેન લી જર્મને 22 બોલમાં 70 રન ફટકાર્યા હતા. ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 18 રનની જરૂર હતી, પરંતુ આ બંને બેટ્સમેનો મળીને 17 રન બનાવવામાં સફળ રહ્યા હતા. આ રીતે 2 ઓવરમાં 94 રન બનાવ્યા અને આ રેકોર્ડ થોડો વિચારવો પણ મુશ્કેલ લાગે છે. કેપ્ટને કહ્યું કે તેમણે બેટ્સમેનોને લલચાવવા માટે વેન્સને ઓવર આપી હતી, પરંતુ અહીં બાજી પલટાઈ ગઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news