ગજબ! 4 જ બોલમાં 92 રન, 17 મિનિટ સુધી બોલરે દેખાડ્યો પોતાનો કમાલ

Unique Cricket Records: ક્રિકેટ એ હંમેશાં અનિશ્ચિતતાઓની રમત છે, આ કહેવતને સાચી થતાં ઘણાએ નજરો સામે જોઈ હશે. જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો, આપણને ઘણી રોમાંચક જીત જોવા મળે છે. પરંતુ અમે તમને એક એવી જીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રોમાંચક નહીં પણ અવિશ્વસનીય કહેશો તો પણ ઓછું પડશે. 

ગજબ! 4 જ બોલમાં 92 રન, 17 મિનિટ સુધી બોલરે દેખાડ્યો પોતાનો કમાલ

Unique Cricket Records: હાલમાં ભારતમાં આઈપીએલનો માહોલ છે. અમે તમને એક એવી મેચ અંગે વિગતો આપીશું જે જાણીને તમે પણ ચોંકી જશો. આ જીતમાં ફક્ત 4 બોલમાં 89 રન બન્યા અને સામેની ટીમ જીતી ગઈ. આ સ્ટોરી છે બાંગ્લાદેશની ત્રીજા સ્તરની લીગ મેચની. જેમાં એક બોલરે એક મેચમાં ફક્ત 4 બોલમાં 92 રન આપીને ક્રિકેટ જગતને હચમચાવી દીધું હતું. 

કેટલી ઓવરની હતી મેચ
આ આજકાલની વાત નથી 2017ના વર્ષમાં બાંગ્લાદેશની ત્રીજી શ્રેણીની લીગની એક મેચમાં સુજોન મહેમૂદ નામના બોલરનું નામ ઇતિહાસમાં નોંધાયું હતું. ક્રિકેટર સુજોન લાલમતીયા ક્લબનો ખેલાડી હતો. જેને તેની કારકિર્દી 4 બોલમાં 92 રન આપીને પોતાની કારકીર્દી પર દાગ લગાવ્યો હતો.  મેચ 50 ઓવરની હતી પરંતુ લાલમતીયાની ટીમ ફક્ત 88 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી જ્યારે વિરોધી ટીમ પીછો કરવા માટે ઉતરી ત્યારે તેઓએ 17 મિનિટમાં ફક્ત 4 બોલ રમીને આ મેચ જીતી લીધી.

જાણો કેવી રીતે  બન્યા 4 બોલમાં 92 રન
સુજોને પહેલા ચાર બોલ શાનદાર રીતે બોલ ફેંક્યા, જેમાં તેણે 12 રન આપ્યા. પરંતુ આ પછી તેણે અમ્પાયર સાથે બહુ મોટો વિવાદ થયો હતો. અમ્પાયરના નિર્ણય પર પોતાની ભડાશ કાઢવાનું શરૂ કર્યું. સુજોને 4 રન પછી એક પણ કાયદેસર બોલ નાખ્યો ન હતો. તેણે 65 વાઈડ અને 15 નો બોલ ફેંક્યા જેના કારણે આ શક્ય બન્યું. તેણે 92 રન આપીને જાણી જોઈને મેચ ગુમાવી દીધી હતી. 

શું હતી આ બબાલ
અમ્પાયરના નિર્ણય પર ઘણો હોબાળો થયો હતો. લાલમતિયાના જનરલ સેક્રેટરી અદનાન અહેમદે આ બાબતે ઢાકા ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે, 'આ ટોસથી જ શરૂ થયું હતું. મારા કેપ્ટનને સિક્કો જોવા દેવામાં આવ્યો ન હતો અને અમને પહેલા બેટિંગનું આમંત્રણ આપી દીધું હતું. અપેક્ષા મુજબ, અમ્પાયરોના નિર્ણયો અમારી વિરુદ્ધ ગયા. મારા ખેલાડીઓ યુવાન છે, જેમની ઉંમર લગભગ 17, 18 અને 19 વર્ષની છે. તેઓ અન્યાય સહન કરી શક્યા નહીં અને આ રીતે તેઓએ ચાર બોલમાં 92 રન આપીને પોતાનો ગુસ્સો મેચ પર કાઢ્યો હતો.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news