ભારતના ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ખેલાડીની દુ:ખદ આપવીતી, ચાહકોની સામે ખુલ્યું ચોંકાવનારું રહસ્ય
Champions Trophy 2025 : ભારતે તાજેતરમાં ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો હતો. આ ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મિસ્ટ્રી સ્પિનરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખેલાડીએ ચાહકો સામે તેની દુ:ખદ આપવીતી સંભળાવી છે.
Trending Photos
Varun Chakaravarthy : ભારતને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભારતના આ ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ખેલાડીએ પોતાની કરુણ આપવીતી સંભળાવી છે. વરુણ ચક્રવર્તીએ તેના ચાહકો માટે એક દિલચસ્પ રહસ્ય જાહેર કર્યું છે. વરુણ ચક્રવર્તીએ ખુલાસો કર્યો હતો કે 4 વર્ષ પહેલા દુબઈમાં 2021 T20 વર્લ્ડ કપમાં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ તેને ધમકીભર્યા ફોન કોલ આવતા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ખેલાડીએ સંભળાવી આપવીતી
T20 વર્લ્ડ કપ 2021 ભારત માટે ખૂબ જ ખરાબ સાબિત થયો હતો. ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ પહેલા જ હારીને ગ્રુપ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી, જેના માટે સ્પિનર વરુણ ચક્રવર્તીને જવાબદાર ગણવામાં આવ્યો હતો. વરુણ ચક્રવર્તીએ ખુલાસો કર્યો કે કેવી રીતે તેને ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા હતા અને તેના ઘર પર નજર રાખવામાં આવી રહી હતી. ચાર વર્ષ પહેલા દુબઈમાં આયોજિત 2021 T20 વર્લ્ડ કપમાં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ એરપોર્ટ પરથી પણ તેનો પીછો કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો
વરુણ ચક્રવર્તી IPL 2020 અને IPL 2021 સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સારું પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમમાં આવ્યો. T20 વર્લ્ડ કપ 2021 દરમિયાન, વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને નિરાશાજનક અભિયાનનો સામનો કરવો પડ્યો, જે ટૂર્નામેન્ટમાં તેમનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. ટીમ ઈન્ડિયાને ગ્રુપ મેચોમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તે નોકઆઉટમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી.
ધમકીભર્યા કોલ મળ્યા
તે ટૂર્નામેન્ટ વરુણ ચક્રવર્તી માટે ભૂલી શકાય તેવી હતી, કારણ કે તે માત્ર ત્રણ મેચ રમી શક્યો હતો અને એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. વરુણ ચક્રવર્તીએ હવે ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેને ધમકીભર્યા કોલ આવ્યા, એરપોર્ટ પર ફોલો કરવામાં આવ્યો અને તેના ઘરની પણ તપાસ કરવામાં આવી. વરુણ ચક્રવર્તીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 2021 વર્લ્ડ કપ મારા માટે ખરાબ સમય હતો. ત્યારે હું ડિપ્રેશનમાં પણ ગયો હતો. હું ખૂબ જ હાઈપ સાથે ટીમમાં આવ્યો હતો અને મને એક પણ વિકેટ મળી ન હતી. તે પછી ત્રણ વર્ષ સુધી મારી પસંદગી પણ થઈ નહીં.
લોકો બાઇક પર પીછો કરી રહ્યા હતા
વરુણ ચક્રવર્તીએ કહ્યું કે, 2021 T20 વર્લ્ડ કપ પછી, ભારત આવતા પહેલા જ મને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા. તેણે કહ્યું કે જો હું ભારત આવવાનો પ્રયત્ન કરું તો આવી શકું તેમ નહોતો. તેઓએ મારા ઘર અને અન્ય વસ્તુઓની રેકી કરી લીધી હતી. એરપોર્ટ પરથી આવતાં, મેં જોયું કે લોકો મારી પાછળ બાઇક પર આવી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે ચાહકો ખૂબ જ લાગણીશીલ છે. વરુણ ચક્રવર્તી તે ભયંકર સમયમાંથી બહાર આવ્યો અને શાનદાર વાપસી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે