રણજી ટ્રોફીમાં દિલ્હીને હરાવીને વિદર્ભની ટીમે રચ્યો ઇતિહાસ

વિદર્ભે વર્ષનાં પહેલા જ દિવસે ઇતિહાસ રચતા રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ફાઇનલમાં સાત વખત ચેમ્પિયન દિલ્હીનો 9 વિકેટથી પરાજય થયો હતો. જેનાં પગલે વિદર્ભે પહેલીવાર આ ખિતાબ પોતાને નામે નોંધાવ્યો હતો. વિદર્ભ સામે માતર 29 રનનું લક્ષ્ય હતું અને તેણે 1 વિકેટનાં નુકસાને 32 રન બનાવીને સરળ જીત પ્રાપ્ત કરી હતી. નવમી વાર રણજી ફાઇનલમાં રમી રહેલ મુંબઇનાં પુર્વ કેપ્ટન વસીમ જાફરે ચોગ્ગો ફટકારીને પોતાનો ખિતાબી મેચમાં વિજયી રન બનાવ્યો હતો. વિદર્ભ આ પ્રકારે રણજી ચેમ્પિયન બનનારી 17મી ટીમ બની ગઇ હતી.
રણજી ટ્રોફીમાં દિલ્હીને હરાવીને વિદર્ભની ટીમે રચ્યો ઇતિહાસ

ઇંદોર : વિદર્ભે વર્ષનાં પહેલા જ દિવસે ઇતિહાસ રચતા રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. ફાઇનલમાં સાત વખત ચેમ્પિયન દિલ્હીનો 9 વિકેટથી પરાજય થયો હતો. જેનાં પગલે વિદર્ભે પહેલીવાર આ ખિતાબ પોતાને નામે નોંધાવ્યો હતો. વિદર્ભ સામે માતર 29 રનનું લક્ષ્ય હતું અને તેણે 1 વિકેટનાં નુકસાને 32 રન બનાવીને સરળ જીત પ્રાપ્ત કરી હતી. નવમી વાર રણજી ફાઇનલમાં રમી રહેલ મુંબઇનાં પુર્વ કેપ્ટન વસીમ જાફરે ચોગ્ગો ફટકારીને પોતાનો ખિતાબી મેચમાં વિજયી રન બનાવ્યો હતો. વિદર્ભ આ પ્રકારે રણજી ચેમ્પિયન બનનારી 17મી ટીમ બની ગઇ હતી.

વિદર્ભએ ટોસ જીતીને દિલ્હીને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું અને પછી તેની ટીમને 295 રન પર આઉટ કર્યું. રજનીશ ગુરબાણીએ છ વિકેટ ઝડપી હતી. તેનાં જવાબમાં વિદર્ભે અક્ષય વાલકર (133)નાં પ્રથમ શ્રેણી મેચોમાં પહેલા શતકનાં દમ પર 547 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. દિલ્હી બીજા દાવમાં 280 રન પર જ આઉટ થઇ ગયું હતું.

વિદર્ભએ સોમવારે સવારે પોતાનાં પહેલા દાવમાં ત્રણ વિકેટે 528 રનથી લીડ આગળ વધારી, જો કે દિલ્હીએ તેનાં બાકી બચેલી તમામ વિકેટો ઝડપી કાઢી નાખી. યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ 135 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. દિલ્હીને વિદર્ભની પહેલા દાવમાં ડાબા હાથનાં સ્પિનર મનન શર્માની ખોટ વર્તાઇ જે ઘૂંટણીની ઇજાનાં કારણે નથી રમી રહ્યા. જો કે તેણે બીજા દાવમાં બેટિંગ કરી હતી.

દિલ્હીનાં બીજા દાવમાં ધ્રુવ શોરે (62) અને નિતીશ રાણા (64)એ અર્ધશતક જમાવ્યું હતું. શોરેએ પહેલા દાવમાં પણ 145 રન બનાવ્યા હતા. દિલ્હીએ હારતા તો અટકાવી દીધું પરંતુ મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળતા મળી હતી. બીજીવાર ફાઇનલની મેજબાની કરી રહેલ હોલકર સ્ટેડિયમમાં વિદર્ભ પાસે ઘણુ નાનુ લક્ષ્યાંક હતું. તે કેપ્ટન ફેઝ ફઝલની વિકેટ ગુમાવીને વિદર્ભએ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news