વિજય હજારે ટ્રોફીઃ ક્વાર્ટર ફાઈનલમાં દિલ્હી હાર્યું, આંધ્ર પ્રદેશ સેમિફાઈનલમાં

ફાસ્ટ બોલર શિવ કુમારે 29 રન આપીને ચાર, ભાર્ગવ ભટ્ટે 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેથી દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરતા 32.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

 વિજય હજારે ટ્રોફીઃ ક્વાર્ટર ફાઈનલમાં દિલ્હી હાર્યું, આંધ્ર પ્રદેશ સેમિફાઈનલમાં

નવી દિલ્હીઃ કાગળ પર મજબૂત બેટિંગ ક્રમ ધરાવતી દિલ્હીની ટીમ આંધ્ર પ્રદેશ સામે ક્વાર્ટર ફાઈનલમાં વેરવિખેર થઈ ગઈ હતી. આંધ્ર પ્રદેશની શાનદાર બોલિંગને કારણે દિલ્હી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ફાસ્ટ બોલર શિવ કુમારે 29 રન આપીને ચાર, ભાર્ગવ ભટ્ટે 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેથી દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરતા 32.1 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

આંધ્ર પ્રદેશે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય
આંધ્ર પ્રદેશે જવાબમાં રિકી ભુઈ (32) અને અસ્વિન હેબ્બાર (38)ની મદદથી 28.4 ઓવરમાં ચાર વિકેટના ભોગે 112 રનનો ટાર્ગેટ હાસિંલ કર્યો હતો. ટોસ જીતીને આંધ્ર પ્રદેશે પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જે યોગ્ય સાબિત થયો હતો. 

દિલ્હીનો સ્કોર 3 વિકેટે 33 રન
ઉન્મુક્ત ચંદ 1, શિવકુમારની બોલિંગમાં બોલ્ડ થયો, જ્યારે ગૌતમ ગંભીરે 8 રને આસાન કેચ આપ્યો. યુવા બેટ્સમેન હિતેન દલાલ 11 રનના સ્કોરે શિવા કુમારની બોલિંગમાં બોલ્ડ થતા દિલ્હીનો સ્કોર 3 વિકેટે 33 રન થઈ ગયો હતો. નિતીશ રાણા 2 રનના સ્કોરે એલબી થયો હતો. 

પાંચમી વિકેટ માટે 36 રનની ભાગીદારી
ઋૃષભ પંત 38  અને ધ્રુવ શોરે 21ની મદદથી પાંચમી વિકેટ માટે 36 રન જોડ્યા, પરંતુ ત્યારબાદ ખરાબ શોટને કારણે ટીમે 35 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ભાર્ગવનો બોલ આગળ વધીને રમવાના ચક્કરમાં શોરે સ્ટ્પ આઉટ થયો હતો. પંત પણ કેચઆઉટ થયા બાદ ટીમ જલ્દી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

આ જીત સાથે સેમિફાઈનલમાં પહોંચેલી આંધ્ર પ્રદેશની ટક્કર સૌરાષ્ટ્ર સામે થશે. સૌરાષ્ટ્ર બરોડાને પરાજય આપીને સેમિફાઈનલમાં પહોંચ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news