VIDEO: વિજય હજારે ટ્રોફી, સૌરાષ્ટ્રનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાયું, કર્ણાટકનો વિજય

કર્ણટક આ જીત સાથે ત્રીજી વાર વિજય હજારે ટ્રોફી કબજે કરી છે. 

  VIDEO: વિજય હજારે ટ્રોફી, સૌરાષ્ટ્રનું ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાયું, કર્ણાટકનો વિજય

નવી દિલ્હીઃ મયંક અગ્રવાલ (90) અને કૃષ્ણપ્પા ગૌથમ (3/27)ની મદદથી મંગળવારે ફિરોજશાહ કોટલાના મેદાન પર રમાયેલા વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્રને 41 રને હરાવીને ખિતાબી જીત મેળવી છે. કર્ણાટકે આ જીત સાથે ત્રીજી વખત વિજય હજારે ટ્રોફી કબજે કરી છે. આ પહેલા કર્ણાટકે 2013-14, 2014-15માં વિજય હજારે ટ્રોફી કબજે કરી હતી. 

સૌરાષ્ટ્રએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. કર્ણાટકે મયંકની શાનદાર ઈનિંગની મદદથી 50 ઓવરમાં 10 વિકેટે 253 રન બનાવ્યા હતા. મયંકે 79 બોલમાં 11 ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 90, રવિકુમાર સામર્થે 49 અને પવન દેશપાંડેએ 48 રનનું યોગદાન આપ્યું હતું. શ્રેયષ ગોપાલે ઉગયોગી 31 રનની ઈનિંગ રમી હતી. 

— BCCI Domestic (@BCCIdomestic) February 27, 2018

સૌરાષ્ટ્ર તરફથી કમલેશ મકવાણાએ 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય પ્રેરક માંકડે બે વિકેટ અને બે ખેલાડીઓ રનઆઉટ થયા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ કેપ્ટન પૂજારાના 94 રનની ઈનિંગ છત્તા ટીમ 46.3 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

પૂજારાએ 127 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી હતી. તે રનઆઉટ થયો હતો. તે સિવાય સૌરાષ્ટ્રના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ચિરાગ જાનીએ 22 અને મકવાણાએ 22 રન બનાવ્યા હતા. કર્ણાટક તરફથી કૃષ્ણપ્પા ગૌતમ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બિન્ની અને દેશપાંડેને એક-એક સફળતા મળી હતી. 

— BCCI Domestic (@BCCIdomestic) February 27, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news