VIDEO : નંબર 3 પર કોણ કરશે બેટિંગ? રોહિતે કર્યો શાસ્ત્રીને ઇશારો

રોહિત શર્માએ આ મેચમાં 35 બોલમાં સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવી દીધો છે

Updated By: Dec 23, 2017, 03:01 PM IST
VIDEO : નંબર 3 પર કોણ કરશે બેટિંગ? રોહિતે કર્યો શાસ્ત્રીને ઇશારો
આ શતકમાં રોહિતે મારી 10 સિક્સ. તસવીર : video grab

નવી દિલ્હી : ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટી20 મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારીને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા  બોલમાં સદી ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ મેચમાં રોહિતે 43 બોલમાં 118 રન બનાવ્યા જેમાં દસ સિક્સર અને 12 ચોક્કા શામેલ હતા. તેમણે આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરની સૌથી ફાસ્ટ સદીના રેકોર્ડની બરોબરી કરી છે. મિલરે આ રેકોર્ડ આ જ વર્ષે બાંગ્લાદેશ વિરૂદ્ધ બનાવ્યો હતો.

રોહિતે પોતાની ઇનિંગ દરમિયાન ભારત તરફથી રમતી વખતે ટી20માં સર્વોચ્ચ સ્કોર તેમજ એક ઇનિંગમાં સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાના સાથીદાર કે.એલ. રાહુલના ભારતના તરફથી સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રાહુલે ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ લોડરહિલ ખાતે રમાયેલી મેચમાં નોટઆઉટ 110નો સ્કોર કર્યો હતો. રોહિતના 10 સિક્સર ભારત તરફથી નવો રેકોર્ડ છે. આ પહેલાં યુવરાજ સિંહે બે વાર એક ઇનિંગમાં સાત-સાત સિક્સર માર્યા છે. રોહિતના 10 સિક્સર પણ ભારત તરફથી નવો રેકોર્ડ છે. 

આ મેચમાં 13મી ઓવરમાં રોહિત જ્યારે 118 રન બનાવીને આઉટ થયો તો પેવેલિયનમાં ટીમના કોચ રવિ શાસ્ત્રીએ તેને સવાલ કર્યો કે ત્રીજા નંબર પર કોને મોકલવામાં આવે? આ સવાલ સાંભળીન રોહિતે ઇશારો કરીને કહ્યું કે ધોનીને મોકલો. આ પછી ધોની ક્રિઝ પર આવ્યો અને 21 બોલમાં 28 રન બનાવીને છેલ્લી ઓવરમાં આઉટ થયો.