ગુજરાતી ન્યૂઝSportsમેં બે દિવસ પહેલા જ મારી દાઢી રંગી છે... ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પર વિરાટ કોહલીનો મોટો ખુલાસો

મેં બે દિવસ પહેલા જ મારી દાઢી રંગી છે... ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પર વિરાટ કોહલીનો મોટો ખુલાસો

Virat Kohli Test Retirement: પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પહેલીવાર જાહેરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લેવા પર ખુલાસો કર્યો છે.

મેં બે દિવસ પહેલા જ મારી દાઢી રંગી છે... ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પર વિરાટ કોહલીનો મોટો ખુલાસો

Virat Kohli Test Retirement: ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલીની પહેલીવાર મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, તેણે બે દિવસ પહેલા જ દાઢી રંગી હતી. વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા આયોજિત ખાસ ગાલા ડિનરમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

વિરાટ સ્ટેજ પર આવવું અને 'ધ બીયર્ડ જોક'
આ કાર્યક્રમમાં ગૌરવ કપૂરે એક ખાસ વાતચીત સેશનનું આયોજન કર્યું હતું. શરૂઆતમાં વિરાટ કોહલી સ્ટેજ પર નહોતો, પરંતુ પછીથી તે અન્ય દિગ્ગજો સાથે સ્ટેજ પર આવ્યો હતો. 'મીટ એન્ડ ગ્રીટ' સેગમેન્ટમાં જ્યારે ગૌરવ કપૂરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો વિષય ઉઠાવ્યો, ત્યારે કોહલીએ હસીને કહ્યું કે, મેં બે દિવસ પહેલા જ દાઢી રંગી છે... જ્યારે તમારે દર ચાર દિવસે દાઢી રંગવી પડે, ત્યારે તમને સમજાય જાય છે કે સમય આવી ગયો છે!

Add Zee News as a Preferred Source

શાસ્ત્રીની દિલ ખોલીને કરી પ્રશંસા
કોહલીએ સ્ટેજ પર પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી સાથેના પોતાના મજબૂત સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો શાસ્ત્રીનું સમર્થન ન હોત, તો તેમનું ટેસ્ટ કરિયર એવું ન હોત, જેવું રહ્યું.

વધુમાં વિરાટે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો, જો મેં રવિ ભાઈ સાથે કામ ન કર્યું હોત... તો ટેસ્ટ ક્રિકેટમાં જે કંઈ થયું તે ક્યારેય સંભવ ન હોત. તેમણે જે રીતે મને પ્રેસ કોન્ફરન્સમાં ફ્રન્ટલાઈન પર ઉભા રહીને ટેકો કર્યો, તે દુર્લભ છે. તેઓ મારી સફરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે.

યુવરાજ સિંહ ફાઉન્ડેશનની ઈવેન્ટ
લંડનમાં આ ઈવેન્ટ યુવરાજ સિંહના YouWeCan ફાઉન્ડેશન માટે ફંડ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આ ખાસ સાંજે આખી ભારતીય ક્રિકેટ ટીમ અને ગૌતમ ગંભીરના નેતૃત્વમાં સપોર્ટ સ્ટાફ હાજર રહ્યો હતો. ડિનરની શરૂઆત થાય તે પહેલાં માહોલ વધુ ખાસ બની ગયો જ્યારે સ્ક્રીન પર વિરાટ કોહલીને તેના જૂના મિત્ર કેવિન પીટરસન સાથે વાતચીત કરતા બતાવવામાં આવ્યો. તે બન્ને હસી-મજાક કરતા અને એક સાથે જમતા કેમેરામાં કેદ થયા.

ક્રિકેટ જગતના તમામ મોટા સ્ટાર્સ રહ્યા હતા હાજર
ભારતના પૂર્વ ક્રિકેટરના આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, ક્રિસ ગેલ, કેવિન પીટરસન, બ્રાયન લારા અને આશિષ નેહરા જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સની સાથે-સાથે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ ભાગ લીધો હતો. લગભગ એક કલાક ત્યાં રોકાયા બાદ, ટીમ હોટેલ જવા રવાના થઈ ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news