વિરાટનું અધૂરું સ્વપ્ન: વર્ષો જૂની ઇચ્છા તેના હૃદયમાં દટાઈ ગઈ, સેહવાગ પણ નારાજ થયો

Virat Kohli: ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. રોહિત શર્મા બાદ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટ છોડવાની જાહેરાત કરી. આ સાથે એક યુગનો અંત આવ્યો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં આટલી સિદ્ધિ મેળવ્યા છતાં કોહલીનું એક સપનું જરૂર અધૂરૂં રહી ગયું છે.
 

વિરાટનું અધૂરું સ્વપ્ન: વર્ષો જૂની ઇચ્છા તેના હૃદયમાં દટાઈ ગઈ, સેહવાગ પણ નારાજ થયો

Virat Kohli: ટેસ્ટ ક્રિકેટમાં હવે 'રો-કો' એટલે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જોવા મળશે નહીં. બંને દિગ્ગજોએ કોઈ ફેરવેલ મેચ રમ્યા વગર આ ફોર્મેટમાંથી વિદાય લઈ લીધી છે. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી સિદ્ધિ મેળવી પછી તે રેકોર્ડ્સની વાત હોય કે પછી કેપ્ટનશિપની. ચારે તરફથી વિરાટને શાનદાર કરિયર માટે શુભેચ્છા મળી રહી છે. પરંતુ ટેસ્ટ કરિયરમાં કોહલીનું એક સપનું અધૂરું રહી ગયું છે, જે તેણે વર્ષો પહેલા જોયું હતું. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ તે રેકોર્ડથી ચૂકવા પર કોહલીથી નારાજ જોવા મળ્યો છે.

જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે
વિરાટે 2011 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ આ રેકોર્ડના ઉંબરે, વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી. વિરાટનો એક જૂનો ઇન્ટરવ્યુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેને પૂછવામાં આવ્યું છે કે શું તે રેકોર્ડ્સને ટાર્ગેટ કરે છે? કોહલી કહે છે કે મેચ પછી તેને ખબર પડે છે કે તેણે રેકોર્ડ બનાવ્યા છે. વર્ષો પહેલા વિરાટે કહ્યું હતું કે તેનું લક્ષ્ય ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન બનાવવાનું છે.

ચૂકી ગયો વિરાટ કોહલી
વિરાટ કોહલી 10 હજાર રનનો રેકોર્ડ ચૂકી ગયો. તેમણે પોતાની કારકિર્દીમાં 123 ટેસ્ટ રમી જેમાં તેમણે 210 ઇનિંગ્સમાં 9230 રન બનાવ્યા. કોહલીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. જો તેણે થોડી વધુ ટેસ્ટ રમી હોત, તો તે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ શક્યો હોત. અત્યાર સુધી, ભારતના ફક્ત આ 3 દિગ્ગજ ખેલાડીઓ જ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર કે તેથી વધુ રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.

સેહવાગ પણ થયો નારાજ
દિગ્ગજ વીરૂએ પણ વિરાટ કોહલીને યાગદાર અંદાજમાં શુભેચ્છાઓ આપી. તેણે ક્રિકબઝને કહ્યુ- મારા દિલ્હીનો છોકરો, બાળપણમાં જોયો હતો વિચાર્યું હતું કંઈક કમાલ કરશે, પણ એટલી મારી આશાઓથી પણ વધીને. ચીકૂ યાર દિલથી નીકળેલી આજે કંઈક વાત, જે જુસ્સો તે ટેસ્ટ ક્રિકેટને આપ્યો તેનો આભાસ ટેસ્ટ ક્રિકેટમાં આવનારી પેઢી સુધી પણ રહેશે. મારી નારાજગી છે કે તે 10 હજાર રન ન બનાવ્યા, પરંતુ તે દર્શાવે છે કે તું તારા દમ પર બધુ કરે છે. નંબર્સ ભૂલ જાય છે લોકો પરંતુ યાદો તાજી રહે છે.

કેપ્ટનશિપ પર બોલ્યો સેહવાગ
સેહવાગે કેપ્ટનશિપ પર કહ્યુ- 'તે કેપ્ટનશિપમાં જે કર્યું તે કોઈ ન ભૂલી શકે, સાઉથ આફ્રિકામાં જીત, ઓસ્ટ્રેલિયામાં જીત. મારા ચીકૂ, એક જ દિલ છે કેટલીવાર જીતશો. ભવિષ્ય માટે શુભેચ્છાઓ.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news