વિરાટે 8 વર્ષ જૂના સંબંધોનો લાવ્યો અંત, નવેસરથી કરી શરૂઆત, ફગાવી દીધી કરોડોની ઓફર

Virat Kohli : ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી IPL 2025માં એક્શનમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે તેના 8 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરીને હલચલ મચાવી દીધી છે. તેણે કરોડોની ઓફર ફગાવીને નવી શરૂઆત કરી છે.

વિરાટે 8 વર્ષ જૂના સંબંધોનો લાવ્યો અંત, નવેસરથી કરી શરૂઆત, ફગાવી દીધી કરોડોની ઓફર

Virat Kohli : વિરાટ કોહલી હાલ IPL 2025માં ધૂમ મચાવી રહ્યો છે. આ દરમિયાન કોહલી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પુમા સાથે 8 વર્ષનો કરાર પૂર્ણ કર્યો છે. કોહલીએ કરોડોની ઓફર ફગાવીને નવી શરૂઆત કરી છે. વિરાટ કોહલીએ ડોમેસ્ટિક સ્પોર્ટસવેર કંપની એજીલિટાસમાં રોકાણ કર્યું છે.

Add Zee News as a Preferred Source

300 કરોડની ઓફર ફગાવી 

મીડિયા અહેવાલ મુજબ કોહલી હવે સ્પોર્ટસવેર કંપનીનો કો-પ્રોડ્યુસર બની ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની ટોપના ભારતીય ક્રિકેટરની લોકપ્રિયતાનો લાભ લઈને વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. કોહલીએ તાજેતરમાં પુમા સાથે તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 8 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કર્યો છે. અહેવાલો અનુસાર, તેણે પુમા સાથે ફરીથી કરાર કરવા માટે રૂપિયા 300 કરોડની ઓફરને નકારી કાઢી હતી.

તેના બદલે તેણે એજિલિટાસમાં રોકાણ કરવાનું અને ફર્મમાં હિસ્સો જાળવી રાખવાનું નક્કી કર્યું. આ કંપનીને પુમા ઈન્ડિયા અને સાઉથ-ઈસ્ટ એશિયાના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અભિષેક ગાંગુલીનું સમર્થન છે. જો કે કોહલીએ એજીલિટાસમાં કેટલી રકમનું રોકાણ કર્યું છે તેનો ખુલાસો થયો નથી, તે મોટી રકમ હોઈ શકે છે.

સૌથી વધુ ફેન્સ 

વિરાટ કોહલીના ફેન્સ દુનિયાના ખૂણે ખૂણે છે. કોહલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ક્રિકેટ દ્વારા કરોડોની કમાણી કરે છે. ભારતમાં સૌથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતો ખેલાડી છે. હાલમાં કોહલી IPL 2025માં પોતાની ટીમ RCBને ખિતાબની નજીક લઈ જવામાં વ્યસ્ત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news