વિરાટ કોહલી ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છેઃ ડ્વેન બ્રાવો

વિરાટે 2016ના આઈપીએલની 16 ઈનિંગમાં 81.08ની એવરેજથી 973 રન બનાવ્યા હતા. આ આઈપીએલમાં કોઇપણ ખેલાડી દ્વારા બનાવેલો સર્વાધિક સ્કોર છે. 

વિરાટ કોહલી ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છેઃ ડ્વેન બ્રાવો

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની લાખો ચાહકો છે પરંતુ લગભગ કોઈએ આ ક્રિકેટરની તુલના કોઈ દિગ્ગજ ફુટબોલર સાથે કરી હોય. પરંતુ વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આરસીબીના કેપ્ટન વિરાટ કોલહીની પ્રશંસા કરતા તેને દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની બરાબર ગણાવ્યો છે. 

આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમી રહેલા બ્રાવોએ કહ્યું, વિરાટ સાથે મારો સંબંધ સારો છે. વિરાટ મારા નાના ભાઈ ડેરેન સાથે અન્ડર-19 ક્રિકેટમાં રમ્યો છે અને હું હંમેશા મારા ભાઈનો કહેતો હતો કે વિરાટનું અનુસરણ કરવું જોઈએ, હું તે માટે કહતો નથી કે હું અહીં છું. 

બ્રાવોએ કહ્યું, મેં વિરાટને આગ્રહ કર્યો હતો કે તે મારા ભાઈ સાથે ખાનગી રીતે બેટિંગ અને ક્રિકેટને લઈને વાત કરે, જ્યારે હું વિરાટને જોઉ છું ત્યારે મને ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દેખાઈ છે. તેણે કહ્યું વિરાટ ટીમ ઈન્ડિયા માટે રમતો હોય કે બેંગલુરૂ માટે, તેને જોવો હંમેશા શાનદાર રહે છે. 

प्रतिभा को बरकरार रखने को कड़ी मेहनत करता हूं: रोनाल्डो

વિન્ડીઝના ઓલરાઉન્ડરે કહ્યું કે, વિરાટ પ્રતિભાશાળી ખેલાડી છે અને તે જે લગન અને મહેનતથી રમે છે તેને સલામ કરૂ છું. તેણે કહ્યું કે, વિશ્વમાં વિરાટે જે મુકામ હાસિલ કર્યો છે તે માટે તે ખરેખર હકદાર છે. 

કોહલી બન્યો વિઝડન ક્રિકેટર ઓફ દ ઇયર
ગત દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની દમદાર બેટિંગના દમ પર સતત બીજીવાર વિઝડન લીડિંગ ક્રિકેટ ઓફ દ ઇયર તરીકે પસંદ થયો. વિરાટની આગેવાનીમાં ભારતે વર્ષ 2017માં શાનદાર પ્રદર્શન કર્યો પરંતુ એક બેટ્સમેન તરીકે વિરાટ સૌથી આગળ રહ્યો હતો. ક્રિકેટના તમામ ફોર્મેટમાં તેણે સૌથી વધુ 2818 રન બનાવ્યા. તેણે વર્ષ 2016માં પણ સૌથી વધુ રન બનાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news