)
Virat Kohli: પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે. કોહલી હાલમાં ફક્ત ODI રમી રહ્યો છે, તેથી જ્યારે પણ તેઓ જોવા મળે છે, ત્યારે હંમેશા ઘણી અપેક્ષાઓ હોય છે. આ દરમિયાન કોહલી બીજો એક નવો રેકોર્ડ બનાવવાની કગાર પર છે. જો તેનું બેટ સારું પ્રદર્શન કરે છે, તો તેઓ ઇતિહાસ રચી શકે છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરે રમાશે પહેલી વનડે
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝ શરૂ થવાની છે. ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે. એટલા માટે વિરાટ કોહલી રાંચી પહોંચ્યા છે અને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન તેમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોહલી પહેલાથી જ વનડેમાં 51 સદી ફટકારી ચૂક્યો છે. તેમણે સચિન તેંડુલકરનો સૌથી વધુ વનડે સદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
જો કે, કોહલી પાસે વનડેમાં 51 સદી છે, જ્યારે સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારી ચૂક્યો છે. વધુ એક સદી સાથે કોહલીનો કુલ સ્કોર 52 સદી પર પહોંચી જશે. આનો અર્થ એ છે કે, કોહલી એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બનશે.
અત્યાર સુધી આવો રહ્યો છે કોહલીનો ODI રેકોર્ડ
કોહલીએ અત્યાર સુધીમાં 305 વનડે રમી છે, જેમાં 14,255 રન બનાવ્યા છે. તેના નામે 51 સદી અને 75 અડધી સદી છે. કોહલીએ 2024 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તે જ વર્ષે કોહલીએે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે કોહલી 2027 વનડે વર્લ્ડ કપ સુધી રમવાનું લક્ષ્ય રાખે છે. કોહલી ત્યાં સુધી રમી શકશે કે નહીં તે મોટાભાગે દક્ષિણ આફ્રિકા સિરીઝ પર નિર્ભર રહેશે.
ઓસ્ટ્રેલિયા સિરીઝની અંતિમ મેચમાં કોહલીએ જોરદાર ઇનિંગ રમી
અગાઉ, જ્યારે ટીમ ઇન્ડિયા ત્રણ મેચની ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી, ત્યારે કોહલી પહેલી બે મેચમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો અને શૂન્ય રન પર આઉટ થયો હતો. જો કે, ત્રીજી અને અંતિમ મેચમાં કોહલી અણનમ 74 રન બનાવવામાં સફળ રહ્યો હતો. રોહિત શર્માએ આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. કોહલી અને રોહિતે શાનદાર પાર્ટનરશિપ કરી હતી.
ભારતીય ફેન્સ આ સિરીઝમાં પણ આવા જ બેટિંગ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. જો કોહલી આ સિરીઝમાં સારું પ્રદર્શન કરે છે, તો એવું માની લેવું જોઈએ કે, કોહલી આગામી વનડે વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. તેના પ્રદર્શન પર નજીકથી નજર રાખવી જોઈએ.