IPLમાં હવે RCB માટે નહીં રમે વિરાટ કોહલી? ઓક્શન પહેલા 'કોન્ટ્રાક્ટ' સાઈન કરવાની કરી મનાઈ

Virat Kohli RCB: એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. ત્યારબાદ વિરાટના RCBથી અલગ થવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

IPLમાં હવે RCB માટે નહીં રમે વિરાટ કોહલી? ઓક્શન પહેલા 'કોન્ટ્રાક્ટ' સાઈન કરવાની કરી મનાઈ

Virat Kohli RCB: શું વિરાટ કોહલી IPLમાં હવે RCB માટે નહીં રમે? શું વિરાટ કોહલી IPLમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે? શું IPLમાં હવે વિરાટ કોહલી RCBના બદલે કોઈ બીજી ટીમ માટે રમતો જોવા મળશે? શું વિરાટ કોહલીએ IPLમાંથી નિવૃત્ત લઈ લીધી છે? શું વિરાટ કોહલીએ RCB સાથે સંબંધો તોડી નાખ્યા છે? જો તમારા મનમાં પણ આવા જ પ્રશ્નો થઈ રહ્યા છે અથવા તમે તેમના વિશે બીજે ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું હોય, તો આ લેખ તમારા માટે છે. અહીં તમને આ બધા પ્રશ્નોના જવાબો મળશે.

એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ વિરાટના RCBથી અલગ થવાની અટકળો શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચારની દુનિયા સુધી આ અંગે ચર્ચા શરૂ થઈ છે, પરંતુ કોઈએ પણ વાસ્તવિક સત્ય જાહેર કર્યું નથી. અહીં અમે તમને સત્ય જણાવીશું.

Add Zee News as a Preferred Source

નોંધનીય છે કે, વિરાટ કોહલી RCBથી અલગ નથી થઈ રહ્યો. તેમણે ફક્ત કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. આનો અર્થ એ નથી કે, વિરાટ RCB છોડી રહ્યો છે. વિરાટ હજુ નિવૃત્તિ લેવાનો પણ નથી. કોહલી IPL 2026માં RCB તરફથી રમતો જોવા મળશે.

શું હોય છે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ? 
તમારી માહિતી માટે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ અને ખેલાડી કોન્ટ્રાક્ટ બે અલગ અલગ બાબતો છે. જો વિરાટ RCB છોડી દેતો હોત, તો તેણે પોતાનો ખેલાડી કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હોત, પરંતુ તેમણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. આનો અર્થ એ થયો કે, તે કોઈપણ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કરી રહ્યો હશે. ફ્રેન્ચાઇઝી વિવિધ સ્પોન્સરશિપ લે છે, જેમાં શરત રાખવામાં આવી છે કે તેમના ખેલાડીઓ લીગ દરમિયાન તેમના માટે વીડિયો અથવા જાહેરાતો કરશે. 

આવા કિસ્સાઓમાં તેમને સ્પોન્સરશિપ તરીકે મોટી રકમ મળે છે. જો કે, વિરાટ કોઈપણ બ્રાન્ડ સાથે જોડાવા માંગતો નથી, જેના કારણે તેણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર સહી કરવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોઈ રિપોર્ટમાં ખુલાસો થયો નથી કે, વિરાટે કઈ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news