'લાંબા ક્રિકેટ પ્રવાસમાં પરિવાર સાથે હોવો જોઈએ' BCCIના નવા નિયમથી વિરાટ કોહલી થયો નારાજ
Virat Kohli: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના મતે લાંબા ક્રિકેટ પ્રવાસમાં ખેલાડીઓ સાથે પરિવારની હાજરી હોવી જોઈએ, કારણ કે તે મેદાન પર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા ખેલાડીઓના જીવનમાં સંતુલન પ્રદાન કરે છે.
Trending Photos
Virat Kohli: આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીજમાં ભારતની 1-3થી હાર બાદ BCCIએ નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં ક્રિકેટ ટૂર પર ખેલાડીઓના પરિવાર સાથે સમય વિતાવવાનો સમયગાળો મર્યાદિત હતો. આ નિયમ અનુસાર માત્ર 45 દિવસથી વધુની ટુર પર જ ખેલાડીઓના નજીકના પરિવારના સભ્યો પ્રથમ બે અઠવાડિયા પછી તેમની સાથે જોડાઈ શકે છે અને તેઓ આ પ્રવાસમાં 14 દિવસથી વધુ સમય સુધી રહી શકતા નથી. ટૂંકા પ્રવાસ પર પરિવારો ખેલાડીઓ સાથે માત્ર એક અઠવાડિયા માટે રહી શકે છે.
'લાંબા ક્રિકેટ પ્રવાસમાં પરિવાર સાથે હોવો જોઈએ'
વિરાટ કોહલીએ BCCIના આ નિયમ પર કહ્યું કે, 'લોકોને સમજાવવું ખૂબ મુશ્કેલ છે કે જ્યારે પણ કોઈ ખેલાડી પર મુશ્કેલ સમય હોય છે, ત્યારે પરિવારમાં પાછા ફરવાથી તમને ઘણું સંતુલન મળે છે. મને નથી લાગતું કે લોકોને તે કેટલું મૂલ્યવાન છે તેની સંપૂર્ણ સમજ છે. પરિવારનો ક્રિકેટ પર કોઈ નિયંત્રણ નથી, તેમ છતાં તેમને વાતચીતમાં લાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેમને દૂર રાખવા જોઈએ.
BCCIના નવા નિયમથી વિરાટ કોહલી નારાજ
વિરાટ કોહલીએ કહ્યું કે, 'જો તમે કોઈ ખેલાડીને પૂછો કે શું તે ઈચ્છે છે કે તેનો પરિવાર હંમેશા તેની સાથે રહે? તમે કહેશો, હા. મારે મારા રૂમમાં એકલા બેસીને દુઃખી થવાની જરૂર નથી. હું સામાન્ય બનવા માંગુ છું. પછી તમે તમારી રમતને જવાબદારી તરીકે માની શકો છો. તમે તે જવાબદારી સમાપ્ત કરો અને પછી જીવનમાં પાછા ફરો.
'ખુશીનો એક દિવસ હોય છે'
વિરાટ કોહલીએ કહ્યું કે, 'એવું ખૂબ જ વાસ્તવિક રીતે થાય છે કે તમે તમારી જવાબદારી નિભાવો અને પછી તમારા ઘરે પાછા આવો છો, પરિવાર સાથે રહો અને તમારા ઘરમાં સંપૂર્ણપણે સામાન્ય પરિસ્થિતિ હોય અને સામાન્ય પારિવારિક જીવન ચાલે. મારા માટે ખરેખર આ ખુશીનો એક દિવસ હોય છે. હું તેને ક્યારેય ગુમાવવા માંગતો નથી અને મારા પરિવાર સાથે સમય વિતાવી શકતો નથી.
વિરાટની આક્રમકતા કેમ ઘટી રહી છે?
વિરાટ કોહલીને તેમની ઓન-ફિલ્ડ ઈમેજ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'તે સ્વાભાવિક રીતે ધીરે-ધીરે ઘટી રહી છે, પરંતુ લોકો આનાથી ખુશ નથી. મને ખરેખર ખબર નથી કે, શું કરવું. પહેલા મારી આક્રમકતા એક સમસ્યા હતી, હવે મારી શાંતિ સમસ્યા બની ગઈ છે. તેથી જ હું તેના પર વધુ ધ્યાન આપતો નથી.
ધીમે-ધીમે ઘટી રહી છે આક્રમકતા
વિરાટ કોહલીએ કહ્યું કે, 'હા, મારી પ્રતિક્રિયા ક્યારેક-ક્યારેક ખૂબ જ વધારે હોઈ શકે છે, પરંતુ મોટાભાગે હું ઈચ્છું છું કે આ બધી ઘટનાઓ મારી ટીમને જીતવામાં મદદ કરે. તેથી જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં વિકેટ લઈએ છીએ ત્યારે હું મારી ખુશી આ રીતે જ વ્યક્ત કરું છું. ઘણા લોકો માટે આ એવી વસ્તુ નથી જે સરળતાથી સમજી શકાય. ફરીથી, આ બધું ખૂબ જ સ્વાભાવિક છે, જે ધીમે-ધીમે ઘટી રહ્યું છે, પરંતુ મારી સ્પર્ધાત્મક ભાવના ઓછી થઈ નથી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે