'વિરુષ્કા'ના ઘરે બંધાશે પારણું, વિરાટે ટ્વિટ કરીને આપ્યા ખુશખબર, બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાવવાનું છે. બંને માતા પિતા બનવાના છે અને આ ખુશી વિરાટે પોતે અનુષ્કા સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરીને વ્યક્ત કરી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. વિરાટે શેર કરેલી તસવીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. 

Updated By: Aug 27, 2020, 12:07 PM IST
'વિરુષ્કા'ના ઘરે બંધાશે પારણું, વિરાટે ટ્વિટ કરીને આપ્યા ખુશખબર, બેબી બમ્પમાં જોવા મળી અનુષ્કા

નવી દિલ્હી: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરે પારણું બંધાવવાનું છે. બંને માતા પિતા બનવાના છે અને આ ખુશી વિરાટે પોતે અનુષ્કા સાથે એક તસવીર ટ્વિટર પર શેર કરીને વ્યક્ત કરી. તેણે ટ્વિટ કરીને કહ્યું કે જાન્યુઆરી 2021માં તેમના ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. વિરાટે શેર કરેલી તસવીરમાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડના સૌથી પાવર કપલમાં સામેલ છે. બંને સ્ટાર્સ પોત પોતાના ફિલ્ડમાં શાનદાર કામ કરીને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ ઈન્ટાગ્રામ પર એક ફેને અનુષ્કાને પૂછ્યું હતું કે શું તમારા નીકટના લોકો તમને બેબી પ્લાનિંગ માટે નથી પૂછતા? તમારા અને વિરાટના લગ્નને ઘણો સમય થઈ ગયો છે. જેના પર અનુષ્કાએ કહ્યું હતું કે કોઈ પૂછતું નથી. ફક્ત સોશિયલ મીડિયા પર જ લોકો પૂછે છે. 

કામની વાત કરીએ તો વિરાટ કોહલી આગામી મહિનેથી શરૂ થનારી આઈપીએલ માટે યુએઈમાં છે. વિરાટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે અને 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઈપીએલની 13મી સિઝન માટે ટીમ સાથે હાલ યુએઈમાં છે. 

નોંધનીય છે કે આ કપલની લગ્ન વર્ષ 2017માં ઈટાલીના શહેર ફ્લોરેન્સમાં એક ખુબસુરત ખાનગી સમારોહમાં થયા હતાં. હવે 3 વર્ષ બાદ તેમના ઘરે નાનકડાં મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે. અનુષ્કાની પ્રેગનન્સીના ખબર મળતા જ વિરાટ  અને તેના ફેન્સ તથા નીકટના લોકો વિરુષ્કાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. હાલમાં જ ભારતીય ટીમનો ખેલાડી હાર્દિક પંડ્યા પિતા બન્યો હતો અને હવે કેપ્ટન કોહલીનો વારો છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube