ENG vs IND: જો રૂટની આગેવાનીમાં ચેન્નઈ પહોંચી ઈંગ્લેન્ડની ટીમ, 6 દિવસ રહેશે ક્વોરેન્ટીન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. 

ENG vs IND: જો રૂટની આગેવાનીમાં ચેન્નઈ પહોંચી ઈંગ્લેન્ડની ટીમ, 6 દિવસ રહેશે ક્વોરેન્ટીન

ચેન્નઈઃ શ્રીલંકાને ક્લીનસ્પીપ કર્યા બાદ ઈંગ્લેન્ડ  (England cricket players arrive in Chennai) ની ટીમ બુધવારે ભારત પહોંચી ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England Test Series) વચ્ચે ચાર મેચોની સિરીઝની શરૂઆતી બે ટેસ્ટ મેચો અહીં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. જો રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમ અને સપોર્ટ સ્ટાફ સવારે ચેન્નઈ પહોંચ્યા હતા. 

ચેન્નઈ પહોંચતા ટીમ થઈ ક્વોરેન્ટીન
ભારત પહોંચ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ સીધી હોટલ પહોંચી જ્યાં બન્ને ટીમો માટે બાયો બબલ બનાવવામાં આવ્યું છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma), વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) કાલે રાત્રે અહીં પહોંચી ગયા જ્યારે ચેતેશ્વર પૂજારા  (Cheteshwar Pujara), જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને રિષબ પંત (Rishabh Pant) આજે સવારે પહોંચ્યા હતા. ટીમના કોચ રવિ શાસ્ત્રી મુંબઈથી અહીં પહોંચ્યા છે. ઈંગ્લેન્ડે ક્રિકેટે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટીમ ચેન્નઈ પહોંચી તેનો વીડિયો શેર કર્યો છે. 

— England Cricket (@englandcricket) January 27, 2021

વિરાટ કોહલી આજે સાંજે પહોંચશે
કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) બુધવારે સાંજે પહોંચશે. બન્ને ટીમો હોટલ લીલા પેલેસમાં રોકાય છે જ્યાં બાયો બબલ બનાવવામાં આવ્યું છે. ટીમો છ દિવસ સુધી ક્વોરેન્ટીન રહ્યા બાદ 2 ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ કરશે. ટીમોના કોરોના ટેસ્ટ પણ થશે. સિરીઝની બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી રમાશે. ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ હશે. સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાશે. 

બંન્ને ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર
ભારતીય ટીમે હાલમાં ઓસ્ટ્રેલિયાને ચાર મેચોની સિરીઝમાં તેની ધરતી પર 2-1થી પરાજય આપ્યો હતો તો ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાને 2-0થી હરાવીને ભારત પહોંચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news