)
Arjun Tendulkar Engagement : અર્જુન તેંડુલકરે સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. સાનિયા ચંડોક મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. તેના પિતા અને દાદા કરોડોની સંપત્તિના માલિક છે, પરંતુ ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે સાનિયા ચંડોક શું કરે છે. ઘાઈ પરિવાર ફૂડ એન્ડ ડ્રિંક સેક્ટરમાં મજબૂત છે અને ફેમસ આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરી જેવા બિઝનેસ પણ આ પરિવાર સાથે સંકળાયેલા છે.
સાનિયા ચંડોક કોણ છે ?
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હાલમાં ક્રિકેટની દુનિયામાં નામ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. બીજી તરફ સાનિયા ચંડોકે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક થયા છે. સાનિયા મુંબઈમાં પ્રીમિયમ પેટ સલૂન, સ્પા એન્ડ સ્ટોર, મિસ્ટર પોઝની સ્થાપક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને સાનિયા બાળપણના મિત્રો છે. સારા તેંડુલકર પણ ઇન્સ્ટાગ્રામ પર સાનિયા ચાંડોકને ફોલો કરે છે.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ
ઇન્સ્ટાગ્રામ પર Paws.in એકાઉન્ટની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં સાનિયા એક પાલતુ પ્રાણીની સારવાર કરતી જોવા મળે છે. સારા તેંડુલકરે પણ આ પોસ્ટ લાઈક કરી છે. પોસ્ટમાં લખ્યું છે, ' અમારી સ્થાપક સાનિયા હવે WVSમાંથી ABC પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ વેટરનરી ટેકનિશિયન તરીકે પ્રમાણિત છે.'
બંને પરિવારો પાસે કરોડોની સંપત્તિ
ક્રિકેટના મહાન વ્યક્તિત્વોમાંના એક સચિન તેંડુલકરની સંપત્તિ બધા જાણે છે. તે સૌથી ધનિક ક્રિકેટરોમાંના એક છે. અહેવાલો અનુસાર, તેમની સંપત્તિ લગભગ 1500 કરોડ છે. બીજી તરફ, સાનિયા ચંડોકના પરિવાર પાસે પણ મોટા બિઝનેસ છે અને તેમના પરિવારની સંપત્તિ પણ કરોડોની છે. હવે અર્જુન અને સાનિયા એક સારા દંપતી બનવાના માર્ગે છે.