IPLનું નવું શેડ્યૂલ જાહેર, પરંતુ રદ થયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું શું થયું ?

IPL 2025 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2025ની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જે 17 મેથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની ફાઇનલ 3 જૂને રમાશે.

IPLનું નવું શેડ્યૂલ જાહેર, પરંતુ રદ થયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું શું થયું ?

IPL 2025 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટાટા IPL 2025ની બાકીની મેચો ફરી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નવા શેડ્યૂલ મુજબ બાકીની મેચો 17 મેથી રમાશે. તમને જણાવી દઈએ કે 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે બ્લેકઆઉટને કારણે અધવચ્ચે જ રોકવી પડી હતી. બાકીની મેચો પણ મુલતવી રાખવામાં આવી હતી, ત્યારબાદ નવા શેડ્યૂલની રાહ જોવાઈ રહી હતી.

શું ફરી રમાશે પંજાબ અને દિલ્હી વચ્ચે મેચ ?

નવા શેડ્યૂલ મુજબ, લીગ તબક્કાની બાકીની 13 મેચો 17થી 27 મે દરમિયાન દેશભરના છ અલગ અલગ સ્ટેડિયમમાં યોજાશે. જેમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની અધૂરી મેચ 24 મેના રોજ જયપુરમાં રમાશે. આ દરમિયાન આવતા બંને રવિવારે ડબલ હેડર હશે. આગામી મેચો માટે સ્ટેડિયમ નક્કી કરવામાં આવ્યા નથી.

IPL 2025 પ્લેઓફ મેચ ક્યારે યોજાશે ?

પહેલી ક્વોલિફાયર 29 મેના રોજ અને એલિમિનેટર 30 મેના રોજ રમાશે. બીજી ક્વોલિફાયર 1 જૂનના રોજ રમાશે. આ પછી IPL 2025ની ફાઇનલ 3 જૂનના રોજ યોજાશે. BCCI એ કહ્યું કે પ્લેઓફ અને ફાઇનલ મેચોના સ્થળો વિશે માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 

IPL મેચોની માહિતી આપતી વખતે બીસીસીઆઈએ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને દૃઢ નિશ્ચયને શ્રદ્ધાંજલિ આપી છે, જેમના પ્રયાસોથી ક્રિકેટનું સુરક્ષિત પુનરાગમન શક્ય બન્યું છે. બોર્ડે રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને IPL સફળતાપૂર્વક પૂર્ણ કરવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 8 મેના રોજ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહેલી IPL મેચ રદ કરવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news