)
BCCI President Salary: 28 સપ્ટેમ્બરના રોજ BCCI અધ્યક્ષની જાહેર થવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી કેપિટલ્સના પૂર્વ ખેલાડી મિથુન મન્હાસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ બની શકે છે. 20 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં BCCI અધિકારીઓની મિટિંગ બાદ આ સમાચાર સામે આવ્યા હતા. જો કે, તમારામાંથી મોટાભાગના લોકોના મનમાં આ પ્રશ્ન જરૂર આવતો હશે કે BCCI અધ્યક્ષ કેટલું કમાય છે. તેમનો પગાર કેટલો હોય છે? આજે અમે તમને BCCI અધ્યક્ષના પગાર, સુવિધાઓ અને સત્તા વિશે જણાવીશું.
અનકેપ્ડ ખેલાડી રહ્યો છે મિથુન
BCCI દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. આ જ કારણ છે કે, જ્યારે-જ્યારે BCCIના અધ્યક્ષની ચર્ચા થાય છે, ત્યારે દરેકના મનમાં હંમેશા એ પ્રશ્ન આવે છે કે તેમનો પગાર કેટલો છે અને તેઓ કેટલું કમાય છે. આ મુદ્દો એટલા માટે ચર્ચામાં છે, કારણ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિથુન મન્હાસનું BCCI અધ્યક્ષ બનવું નિશ્ચિત માનવામાં આવે છે. મિથુન વિશે સૌથી ખાસ વાત એ છે કે, તેમણે ભારત માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. છતાં પણ તેમને આ પદ સોંપેવામાં આવશે.
કેટલો હોય છે પગાર?
BCCI દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો માને છે કે, BCCI અધ્યક્ષનો પગાર ખૂબ વધારે હોય છે, પરંતુ કહાની બિલકુલ અલગ છે. આ પોઝિશનને "ઓફિસ બેયરર"ની કેટેગરીમાં રાખવામાં આવી છે. આનો અર્થ એ છે કે, આ પદ માટે કોઈ નિશ્ચિત પગાર નથી, પરંતુ અલગ-અલગ એલાઉન્સ અને સુવિધાઓ આપવામાં આવે છે.
મળે છે આ સુવિધાઓ
BCCIના અધ્યક્ષને વિદેશી પ્રવાસો માટે દરરોજ લગભગ 1,000 ડોલર (84,000 રૂપિયા) મળે છે. તેમને દેશની અંદર કોઈપણ બેઠકમાં હાજરી આપવા બદલ 30,000-40,000 રૂપિયા મળે છે. સ્થાનિક અને વિદેશી પ્રવાસો દરમિયાન BCCI અધ્યક્ષને બિઝનેસ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની સુવિધા મળે છે. સાથે જ ફાઇવ-સ્ટાર હોટલોમાં રહેવાની સુવિધા પણ આપવામાં આવે છે. આટલું જ નહીં, મુસાફરી અને સત્તાવાર કામનો ખર્ચ પણ બોર્ડ ઉઠાવે છે.
BCCI પ્રમુખની સત્તા
જ્યારે BCCIના અધ્યક્ષને મળતી સુવિધા તો એક અલગ બાબત છે, પરંતુ BCCI અધ્યક્ષ પાસે ક્રિકેટ સંબંધિત તમામ મોટા નિર્ણયો લેવાની સત્તા છે. ભલે તે ટીમ સંબંધિત મામલો હોય કે ICC સંબંધિત મામલો. ભારતમાં ટુર્નામેન્ટને લઈ કોઈપણ મોટા નિર્ણય પર BCCI અધ્યક્ષ પાસે વિશેષ અધિકાર હોય છે.