એશિયા કપ ટ્રોફી વિવાદ શું આવ્યો અંતિમ નિર્ણય? મોહસીન નકવી સાથે મુલાકાત બાદ BCCIનું પહેલો નિવેદન, જાણો

BCCI First Statement: ટીમ ઈન્ડિયા ક્યારે એશિયા કપ ટ્રોફી મેળવશે તેના પર બધાની નજર છે. આ દરમિયાન, દુબઈમાં ICCની બેઠક બાદ, BCCI સેક્રેટરીએ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. જાણો તેમને શું કહ્યું

એશિયા કપ ટ્રોફી વિવાદ શું આવ્યો અંતિમ નિર્ણય? મોહસીન નકવી સાથે મુલાકાત બાદ BCCIનું પહેલો નિવેદન, જાણો

BCCI First Statement: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો હતો. જોકે, ભારતીય ટીમને હજુ સુધી ટ્રોફી મળી નથી. પરિણામે, ભારતીય ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે ટીમ ઈન્ડિયા ક્યારે એશિયા કપ ટ્રોફી મેળવશે. આ દરમિયાન, એશિયા કપ ટ્રોફી અંગે એક મોટી અપડેટ સામે આવી છે.

દુબઈમાં ચાલી રહેલી ICC બોર્ડ મીટિંગ દરમિયાન, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચીફ મોહસીન નકવી સાથે અલગથી મુલાકાત કરી હતી. આ મીટિંગ બાદ, એવું લાગે છે કે ટ્રોફી વિવાદનો ઉકેલ ટૂંક સમયમાં આવી શકે છે. નકવી સાથે મુલાકાત બાદ દેવજીત સૈકિયાનું નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

Add Zee News as a Preferred Source

BCCI સેક્રેટરીએ એશિયા કપ ટ્રોફી અંગે મોટું નિવેદન આપ્યું

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા ICC બોર્ડ મીટિંગમાં હાજરી આપવા માટે દુબઈમાં હતા. સૈકિયાએ કહ્યું કે, હું ઔપચારિક અને અનૌપચારિક બંને ICC બેઠકોનો ભાગ હતો. PCB ચેરમેન મોહસીન નકવી પણ હાજર હતા. જોકે, ટ્રોફી વિવાદ એજન્ડાનો ભાગ નહોતો. જોકે, ICC એ એક વરિષ્ઠ અધિકારી અને અન્ય એક વરિષ્ઠ અધિકારીની હાજરીમાં મારી અને PCB વડા વચ્ચે એક અલગ બેઠકનું આયોજન કર્યું હતું. ચર્ચા સકારાત્મક રહી, અને અમને આશા છે કે ટૂંક સમયમાં ઉકેલ આવશે.

ACC મુખ્યાલયમાં રાખવામાં આવી છે ટ્રોફી

એશિયા કપ ટ્રોફી હાલમાં દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મુખ્યાલયમાં રાખવામાં આવી છે. ACC વડા મોહસીન નકવીએ સ્પષ્ટ સૂચના આપી છે કે તેમની પરવાનગી વિના ટ્રોફી ત્યાંથી ખસેડી શકાતી નથી. આ દરમિયાન, BCCI એ જણાવ્યું છે કે બંને બોર્ડ આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને ગતિરોધ હવે લગભગ સમાપ્ત થઈ ગયો છે. આશા છે કે ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ટ્રોફી મેળવશે.

ઈન્ડિયા ટૂંક સમયમાં એશિયા કપ ટ્રોફી મેળવશે

એશિયા કપ 2025 ની ફાઇનલ દુબઈમાં રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. જોકે, મેચ પછી, ટીમ ઈન્ડિયાએ PCB અને ACC પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. ટીમ ટ્રોફી વિના ભારત પાછી ફરી, અને ત્યારથી આ વિવાદ ચાલુ છે. જોકે, હવે એવું લાગે છે કે ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં એશિયા કપ ટ્રોફી મેળવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news