)
Abhishek Sharma : રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. અભિષેક શર્માની ધમાકેદાર 74 રનની ઇનિંગે ટીમ ઇન્ડિયા માટે 172 રનનો ટાર્ગેટ આસાન થઈ ગયો હતો. પાકિસ્તાની બોલરોને હંફાવતા અભિષેકે માત્ર 24 બોલમાં ફીફ્ટી ફટકારી હતી, ત્યારબાદ તેણે 'L'નો ઈશારો કર્યો હતો, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. હવે અભિષેક શર્માએ કરેલા 'L'ના ઈશારા પાછળનું રહસ્ય ખુલ્યું છે.
ભારતીય ટીમને 172 રનનો ટાર્ગેટ મળ્યો હતો. અભિષેક શર્માએ ઇનિંગના પહેલા જ બોલ પર શાહીન આફ્રિદીએ જોરદાર છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ તેણે ઇનિંગના આઠમી ઓવરમાં સેમ અયુબના બોલ પર ચોગ્ગો મારીને પોતાની ત્રીજી T20 અડધી સદી ફટકારી. પોતાની અડધી સદી ફટકારી સેલિબ્રેશન કર્યું હતું. જેમાં તેણે પહેલા પોતાનું બેટ ઊંચું કર્યું, પછી કોઈને ફ્લાઇંગ કિસ આપી અને અંતે પોતાના મોજા કાઢીને 'L'નો ઈશારો કર્યો.
'L' સાઈનનો અર્થ શું ?
આ 'L' સાઈનનો ઇન્ડિયન પ્રીમિયર લીગ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે સંબંધ છે. આ પહેલીવાર નથી જ્યારે તેણે આવા ઈશારા સાથે ઇનિંગ્સનું સેલિબ્રેશન કર્યું હોય. અભિષેક શર્માએ IPL મેચ દરમિયાન 'L' સાઈનનું મહત્વ સમજાવ્યું હતું.
ABHISHEK SHARMA TALKS ABOUT HIS CELEBRATION:
"This is L, L means love, the celebration is for those who love the Indian Cricket team". pic.twitter.com/em3SP0DSVD
— Johns. (@CricCrazyJohns) September 22, 2025
ઇન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા શેર કરાયેલા તાજેતરના વિડિઓમાં અભિષેક શર્માએ ખુલાસો કર્યો કે તેણે અને ટ્રેવિસ હેડે આ 'L' સેલિબ્રેશનની શરૂઆત કરી હતી. બંને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે. તેણે સમજાવ્યું, "તે અમારા માટે વ્યક્તિગત છે. તેનો અર્થ લવ છે. સરળ શબ્દોમાં કહીએ તો, 'L' સાઈન સેલિબ્રેશનનો અર્થ લવ છે.