IND vs WI : ગિલના કારણે આઉટ થયો ? યશસ્વી જયસ્વાલે રન આઉટ થવા પર આપ્યું નિવેદન
IND vs WI : દિલ્હી ટેસ્ટના બીજા દિવસે યશસ્વી જયસ્વાલ રન આઉટ થયો હતો, જેના કારણે તે બેવડી સદી ચૂકી ગયો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો યશસ્વીના રન આઉટ માટે તેની સાથે બેટિંગ કરી રહેલા શુભમન ગિલને દોષી ઠેરવી રહ્યા છે. દિવસની રમત સમાપ્ત થયા પછી યશસ્વીએ તેના રન આઉટ પર પ્રતિક્રિયા આપી છે.
Trending Photos
)
IND vs WI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. બે દિવસની રમત બાદ ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. બીજા દિવસે ચાહકો યશસ્વી જયસ્વાલની બેવડી સદીની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા, જે પહેલા દિવસે 173 રન પર અણનમ હતો. જો કે, યશસ્વી તેના પાછલા દિવસના સ્કોરમાં ફક્ત બે રન ઉમેરી શક્યો અને 175 રન બનાવીને રન આઉટ થયો. સોશિયલ મીડિયા પર, ચાહકો યશસ્વીના રન આઉટ માટે શુભમન ગિલને દોષી ઠેરવી રહ્યા છે.
યશસ્વી કેવી રીતે રન આઉટ થયો ?
યશસ્વી જયસ્વાલ ડબલ સદી અથવા તેનાથી પણ મોટા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે કમનસીબ રન આઉટ થતાં તેનું સપનું તૂટ્યું હતું. યશસ્વીએ જેડન સીલ્સનો બોલ મિડ-ઓફ તરફ મારીને રન માટે દોડ્યો, પરંતુ બીજા છેડે ઉભેલા શુભમન ગિલ શરૂઆતમાં રન લેવા માગતો હતો અને પછી અટકી ગયો. યશસ્વી તરત જ પાછા ફરીને ક્રીઝમાં પહોંચવા દોડ્યો, પરંતુ તે ક્રીઝ પર પહોંચે તે પહેલાં ફિલ્ડરે બોલ વિકેટકીપર તરફ ફેંક્યો, જેણે સ્ટમ્પ ઉડાવી દીધા. રન આઉટ થયા બાદ યશસ્વી ગિલથી ખુશ નહોતો. તેને કહી રહ્યો હતો કે, "તે મારો કોલ હતો." તેનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
તેણે ગિલ વિશે શું કહ્યું ?
મેચ પછી જયસ્વાલે કહ્યું, "રન-આઉટ રમતનો ભાગ છે. હું હંમેશા શક્ય તેટલો સમય ક્રીઝ પર વિતાવવાનો અને ટીમના ટાર્ગેટ અનુસાર રમવાનો પ્રયાસ કરું છું. હું હંમેશા ક્રીઝ પર રમતને ગતિ આપવાનો પ્રયાસ કરું છું. જ્યારે હું બેટિંગ કરવા માટે બહાર આવ્યો ત્યારે મારા મનમાં આ વાત હતી." જો હું એક કલાક બેટિંગ કરીશ, તો રન બનાવવાનું સરળ બનશે." મેચ અંગે તેણે કહ્યું, "વિકેટ હજુ પણ બેટિંગ માટે ખૂબ સારી છે. અમે ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય વેસ્ટ ઈન્ડિઝને શક્ય તેટલી ઝડપથી આઉટ કરવાનું છે."
Sanjay Bangar breaks it down, Yashasvi Jaiswal’s run out wasn’t just bad luck, it was a result of Shubman Gill’s selfishness. pic.twitter.com/4elkkFUGJt
— NiiK (@Niiki099) October 11, 2025
બીજા દિવસે ભારતનું વર્ચસ્વ
પહેલા દિવસે 173 રન પર અણનમ રહેલા જયસ્વાલ પાસેથી બેવડી સદી ફટકારવાની અપેક્ષા હતી, પરંતુ તે ફક્ત બે રન ઉમેર્યા બાદ રન આઉટ થયો. આ જયસ્વાલની 7મી ટેસ્ટ સદી હતી. તે 175 રન બનાવીને આઉટ થયો. શુભમન ગિલે 129 રન પર અણનમ રહીને તેની 10મી ટેસ્ટ સદી ફટકારી. સાઈ સુદર્શને 87 રન બનાવ્યા. આ ત્રણની ઇનિંગ્સને કારણે ભારતે 5 વિકેટે 518 રન પર ઇનિંગ ડિકલેર કરી.
દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટ ગુમાવીને 140 રન બનાવી લીધા હતા. વેસ્ટ ઈન્ડિઝ હજુ પણ ભારતથી પોતાની પહેલી ઇનિંગના આધારે 378 રન પાછળ છે. ત્રીજા દિવસે ફોલો-ઓનના ખતરાનો તેમને સામનો કરવો પડશે. પિચ સ્પિનરોને ઘણી મદદ કરી રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ચારેય વિકેટ સ્પિનરોએ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ અને કુલદીપ યાદવે એક વિકેટ લીધી હતી. ભારતીય બોલરો ત્રીજા દિવસે જ મેચ જીતવાનું ટાર્ગેટ રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














