IPL 2026 ઓક્શન ક્યારે અને ક્યાં થશે ? જાણો તારીખ અને વેન્યુ સહિતની A ટુ Z માહિતી
IPL 2026 Auction Date And Venue : IPL 2026 મીની ઓક્શન માટે તમામ 10 ટીમો પાસે કુલ 77 સ્લોટ બાકી છે. બધી ફ્રેન્ચાઇઝીઓનું કુલ પર્સ રૂપિયા 237.55 કરોડ છે. ત્યારે આ મીની ઓક્શન ક્યારે અને ક્યાં યોજાશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
)
IPL 2026 Auction Date And Venue : ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરૂ થવાની છે. આગામી IPL સીઝન માટે ઓક્શન આવતા મહિને થશે. આ વખતે એક મીની-ઓક્શન યોજાશે. IPL 2026ની ઓક્શન પહેલા તમામ ટીમોએ તેમના રિલીઝ અને રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરી છે.
આ વખતે IPL ઓક્શન વિદેશમાં યોજાશે
IPL 2026 માટે મીની-ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે. બધી ટીમોએ તેમના રિલીઝ અને રિટેન ખેલાડીઓની યાદી જાહેર કર્યા પછી BCCIએ IPL 2026નીઓક્શનની તારીખ અને સ્થળ જાહેર કર્યું છે.
BCCIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તમામ 10 ટીમોએ કુલ 173 ખેલાડીઓને રિટેમ કર્યા છે, જેમાં 49 વિદેશી ખેલાડીઓ અને કેટલાક ટ્રેડેડ ખેલાડીઓનો સમાવેશ થાય છે. 10 ટીમો પાસે IPL 2026ની મિની-ઓક્શન માટે 77 સ્લોટ બાકી છે. બધી ફ્રેન્ચાઇઝીઓની કુલ રકમ 237.55 કરોડ છે.
IPLના નિયમો અનુસાર, દરેક ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. ઓક્શન પહેલા પંજાબ કિંગ્સે 21 ખેલાડીઓને રિટેન કર્યા છે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સે 20-20 ખેલાડીઓને રિટેન કર્યા છે.
કોલકાતા પાસે સૌથી વધુ પૈસા, મુંબઈ પાસે સૌથી ઓછા
આ ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) પાસે સૌથી વધુ 64.3 કરોડનું ભંડોળ હશે. KKR હરાજીમાં 13 ખેલાડીઓ ખરીદી શકે છે. KKRએ મીની-ઓક્શન પહેલા આન્દ્રે રસેલ (12 કરોડ) અને વેંકટેશ ઐયર (23.75 કરોડ) જેવા મોંઘા ખેલાડીઓને રિલીઝ કર્યા છે.
સનરાઇઝર્સ હૈદરાબાદના પર્સમાં 25.5 કરોડ બાકી છે. મુંબઈ ઇન્ડિયન્સ આ મીની-ઓક્શનમાં સૌથી ઓછી રકમ સાથે પ્રવેશ કરશે. આ ફ્રેન્ચાઇઝીએ તેના લગભગ તમામ નોંધપાત્ર ખેલાડીઓને રિટેન કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે તેના પર્સમાં ફક્ત 2.75 કરોડ રૂપિયા બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














