ગુજરાતી ન્યૂઝSportsIPL ના ઈતિહાસમાં સૌથી ઓછો ભણેલો-ગણેલો ખેલાડી કયો છે? આ નામ જાણી તમે ચોંકી જશો

IPL ના ઈતિહાસમાં સૌથી ઓછો ભણેલો-ગણેલો ખેલાડી કયો છે? આ નામ જાણી તમે ચોંકી જશો

આઈપીએલની અત્યાર સુધીની સફરમાં ઘણા ખેલાડી આવ્યા અને ગયા. પરંતુ શું તમે જાણો છો કે તેના ઈતિહાસનો સૌથી ઓછો ભણેલો ખેલાડી કયો છે.

 IPL ના ઈતિહાસમાં સૌથી ઓછો ભણેલો-ગણેલો ખેલાડી કયો છે? આ નામ જાણી તમે ચોંકી જશો

નવી દિલ્હીઃ આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નહીં, પરંતુ યુવાઓના સપનાનું સૌથી મોટું મંચ બની ગયું છે. વર્ષ 2008મા શરૂ થયેલી આ ટૂર્નામેન્ટે અનેક ખેલાડીઓનું ભાગ્ય બદલી નાખ્યું, કોઈને નામ મળ્યું તો કોઈને પ્રતિષ્ઠા, તો કોઈને તે મુકામ જેને મેળવવા તે વર્ષોથી મહેનત કરી રહ્યાં હતા.

આ વખતે વાત કરીએ તો આઈપીએલ 2025નું ટાઈટલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ જીત્યું હતું. ફાઈનલમાં આરસીબીએ પંજાબ કિંગ્સ છ રને હરાવી પ્રથમવાર ટ્રોફી કબજે કરી હતી. આ જીત ફેન્સ માટે કોઈ સપનાથી ઓછી નથી.

Add Zee News as a Preferred Source

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હાઈ-પ્રોફાઇલ લીગમાં સૌથી ઓછો ભણેલો-ગણેલો ખેલાડી કયો છે? તે ખેલાડી જેણે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા વગર ક્રિકેટમાં મોટું નામ બનાવી લીધું?

હાર્દિક પંડ્યા- માત્ર 9 ધોરણ પાસ, પરંતુ કરોડો દિલો પર કરે છે રાજ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્તમાન સમયમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી રહેલ હાર્દિક પંડ્યાને આઈપીએલ ઈતિહાસનો સૌથી ઓછો ભણેલો-ગણેલો ક્રિકેટર માનવામાં આવે છે. હાર્દિકે માત્ર ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે શાળા છોડી દીધી અને ક્રિકેટ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું.

ગુજરાતના વડોદરાથી આવતા હાર્દિકની સફર સંઘર્ષોથી ભરેલી રહી છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેના પિતા એક કાર ફાઈનાન્સ કંપનીમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતા. પરંતુ હાર્દિકની અંદર બાળપણથી ક્રિકેટને લઈને જબરદસ્ત જુસ્સો હતો. આ જુનૂન તેને મેદાન સુધી લાવ્યું અને આજે તે કરોડોની સંપત્તિનો માલિક છે.

ક્રિકેટથી બદલાયું ભાગ્ય
હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે પાછળ વળી જોયું નથી. આજે તે માત્ર આઈપીએલ જ નહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ એક મોટું નામ બની ગયો છે. ભારતને અનેક મેચમાં જીત અપાવવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news