સંજુ સેમસનના ગયા પછી કોણ બનશે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન ? આ બે નામ રેસમાં આગળ

Rajasthan Royals Captain : સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સથી અલગ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સંજુ IPL 2026માં નવી ટીમ માટે રમશે. સેમસનની ગેરહાજરીમાં બે ખેલાડીઓ રાજસ્થાનના કેપ્ટન બનવાની રેસમાં આગળ છે. રાજસ્થાનનું ગયા સિઝનમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તેણે 14માંથી ફક્ત 4 મેચ જીતી હતી.

સંજુ સેમસનના ગયા પછી કોણ બનશે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન ? આ બે નામ રેસમાં આગળ

Rajasthan Royals Captain : IPL 2026માં સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે. રાજસ્થાન ટીમ તેને ટ્રેડ કરવા માટે તમામ ફ્રેન્ચાઇઝી સાથે વાતચીત કરી રહી છે. રાજસ્થાન ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મોટો પ્રશ્ન એ છે કે જો સંજુ રાજસ્થાન છોડી દે છે, તો ટીમનું નેતૃત્વ કોણ કરશે ? કેપ્ટનની રેસમાં બે ખેલાડીઓ આગળ છે.

રાજસ્થાનનો આગામી કેપ્ટન કોણ હશે ?

Add Zee News as a Preferred Source

જો સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડી દે છે, તો યશસ્વી જયસ્વાલ ટીમનો કેપ્ટન બનવા માટે સૌથી આગળ છે. મીડિયા અહેવાલ મુજબ, યશસ્વીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. યશસ્વી લાંબા સમયથી રાજસ્થાન ટીમનો ભાગ રહ્યો છે અને તેણે દરેક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ધ્રુવ જુરૈલ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. ગત સિઝનમાં, ધ્રુવે 14 મેચોમાં 156ના મજબૂત સ્ટ્રાઇક રેટથી 333 રન બનાવ્યા હતા.

સંજુ કઈ ટીમમાં જશે ?

સંજુ સેમસનની ટ્રેડ માટે વાતચીત ચાલી રહી છે. રાજસ્થાન ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સતત સંપર્કમાં છે. અહેવાલો અનુસાર, રાજસ્થાને સંજુના બદલામાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને સમીર રિઝવીના ટ્રેડની માંગણી કરી હતી. જોકે ચેન્નાઈ સ્ટબ્સના ટ્રેડ માટે તૈયાર હતું, પરંતુ તેણે રિઝવીના નામ પર ટ્રેડ રદ કરી. એવું માનવામાં આવે છે કે રાજસ્થાને ત્યારબાદ સંજુના બદલામાં રવિન્દ્ર જાડેજા અને પથિરાણાની માંગણી કરી છે. જોકે, હજુ સુધી કોઈ ટ્રેડ નક્કી થઈ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news