)
Asia Cup 2025 : એશિયા કપ 2025માં યુએઈ સામેની મેચ પહેલા પાકિસ્તાને જોરદાર ડ્રામા ઉભો કર્યો હતો. 14 સપ્ટેમ્બરના રોજ ભારત સામે હાથ મિલાવવાના વિવાદ બાદ પાકિસ્તાન વારંવાર આઈસીસીને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવા માટે વિનંતી કરી રહ્યું હતું. યુએઈ સામેની મેચના દિવસે પણ પાકિસ્તાન આ મુદ્દા પર અડગ રહ્યું. જોકે, તેની કોઈ પણ માંગણી પૂર્ણ થઈ નહોતી અને પાકિસ્તાનની ટીમ એક કલાક મોડી મેદાન પર પહોંચી હતી. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ નજમ સેઠી અને રમીઝ રાજા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
નકવીએ કહ્યું કે બોયકોટ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હતો અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય મુખ્ય સરકારી અધિકારીઓ તરફથી સમર્થન મળ્યા બાદ ટીમ ટુર્નામેન્ટમાં રહેશે અને UAE સામે રમશે તે નક્કી કરવામાં આવ્યું છે.
મોહસીન નકવીએ કહ્યું, "જેમ કે તમે બધા જાણો છો, 14 સપ્ટેમ્બરથી એક કટોકટી ચાલી રહી છે. અમને મેચ રેફરી (એન્ડી પાયક્રોફ્ટ)ની ભૂમિકા સામે વાંધો હતો. મેચ રેફરીએ થોડા સમય પહેલા જ ટીમના કોચ, કેપ્ટન અને મેનેજર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના (હાથ મિલાવવી નહીં) ન થવી જોઈતી હતી. અમે અગાઉ ICCને મેચ દરમિયાન થયેલી આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ કરવા વિનંતી કરી હતી. અમારું માનવું છે કે રાજકારણ અને રમત એકસાથે રહી શકતા નથી. આ એક રમત છે અને તે એક રમત જ રહેવી જોઈએ. ક્રિકેટ આ બધાથી અલગ હોવું જોઈએ.
મેં સેઠી સાહેબ અને રમીઝ રાજા સાહેબને વિનંતી કરી. જો અમારે બોયકોટ કરવો પડ્યો, તો એક મોટો નિર્ણય હતો, તો વડાપ્રધાન, સરકારી અધિકારીઓ અને અન્ય ઘણા લોકો પણ તેમાં સામેલ હતા અને અમને તેમનો સંપૂર્ણ ટેકો મળ્યો. અમે આ બાબત પર નજર રાખી રહ્યા હતા.