નવી દિલ્હીઃ ભારતની સુપરસ્ટાર અને પાંચ વખતની ચેમ્પિયન મેરી કોમ (48 કિલો)એ મંગળવારે અહીં ચાલી રહેલી 10મી એઆઈબીએ મહિલા વિશ્વ ચેમ્પિયનશિપના સેમિફાઇનલમાં પ્રવેશ કરીનો 7મો મેડલ પાક્કો કરી લીધો છે. યુવા બોક્સર મનીષા મૌન (54 કિલો)નો 2016 વિશ્વ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા સ્ટોયકો પૈટ્રોવા સામે 1-4થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમે દિવસની શરૂઆત ચીનની યૂ વુ પર 5-0 (30-27, 29-28, 30-27, 29-28, 30-27)થી શાનદાર જીત સાથે કરી, હવે તે ગુરૂવારે ઉત્તર કોરિયાની હયાંગ મિ કિમ સામે ટકરાશે. જેને તેણે ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં હરાવી હતી. લંડન ઓલંમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે પોતાના અંદાજમાં રમતા ચીની બોક્સરને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો. 


વિશ્વ ચેમ્પિયનશિપમાં છ મેડલ જીતી ચુકેલી મેરી કોમ આત્મમુગ્ધ બનવાથી બચવા માંગે છે અને એકવારમાં એક મેચ પર ધ્યાન આપી રહી છે. તેણે મેચ બાદ કહ્યું, આ સરળ પણ ન હતો અને કઠિન પણ ન હતો. હું રિંગમાં ધ્યાન ભંગ થવા દેતી નથી, જેનાથી ફાયદો મળે છે. હું તેને જોઈને તેની વિરુદ્ધ રમી રહી હતી. ચીનની બોક્સર ખૂબ મજબૂત છે, પરંતુ તેની વિરુદ્ધ આ મારો પ્રથમ મુકાબલો હતો. 


આગામી મેચ વિશે તેણે કહ્યું, હવે હું મેડલની રેસમાં પ્રવેશ કરી ચુકી છું. એશિયન ચેમ્પિયનશિપમાં મેં તેને હરાવી હતી. હજુ સેમિફાઇનલમાં રમવું છે, અતિ આત્મવિશ્વાસથી રમવું નથી. તેના વીડિયોનો અભ્યાસ કર્યો છે, તે પ્રમાણે રમીશ. 


બોલ ટેમ્પરિંગ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટને ન મળી રાહત, પ્રતિબંધ યથાવત