)
IND-W vs SA-W Final : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ICC મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે પહેલીવાર ટાઇટલ જીત્યું છે. વર્લ્ડ કપના 52 વર્ષના ઇતિહાસમાં આ ત્રીજી વખત હતું જ્યારે ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. અને આ વખતે હરમન બ્રિગેડે આખરે ટ્રોફી ઉંચકી લીધી.
ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શેફાલી અને દીપ્તિએ અડધી સદી ફટકારી હતી. જો કે, જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે મેચ 52 રનથી જીતી લીધી હતી. દીપ્તિ શર્માએ 5 વિકેટ લીધી હતી.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳
Take. A. Bow 🙌#WomenInBlue | #CWC25 | #Final | #INDvSA pic.twitter.com/rYIFjasxmc
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ મોટી સિદ્ધિ મેળવી. ઇતિહાસમાં પહેલીવાર ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું. મુંબઈનું ડીવાય પાટિલ સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. દક્ષિણ આફ્રિકાએ જોરદાર લડાઈ આપી, પરંતુ પહેલા શેફાલી વર્માની ધમાકેદાર ઇનિંગ્સ અને પછી દીપ્તિ શર્માની પાંચ વિકેટની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું.
વરસાદના કારણે ટોસમાં વિલંબ
વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમોએ તેમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયા તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ 87 રન બનાવ્યા, જ્યારે દીપ્તિ શર્માએ પણ 58 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા તરફથી આયાબોંગા ખાકાએ ત્રણ વિકેટ લીધી હતી.