CRICKET માં કરાયો મોટો ફેરફાર, ક્રિકેટમાં માંથી કાયમ માટે હટાવાયો 'BATSMAN' શબ્દ! આ છે કારણ

ક્રિકેટની રમતની શરૂઆત ભલે ઈંગ્લેન્ડમાં થઈ હોય પણ ભારતમાં ક્રિકેટની રમત એ જાણે ધર્મની જેમ પૂજાય છે. અને તેના મહાન ખેલાડીઓને તો કેટલાંક લોકો ભગવાનનો દરજ્જો પણ આપી ચૂક્યા છે. ક્રિકેટની રમતમાં સમયાંતરે નિયમો અને ધારા-ધોરણો બદલાતા રહ્યાં છે. ત્યારે ફરી એકવાર આ રમતમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

CRICKET માં કરાયો મોટો ફેરફાર, ક્રિકેટમાં માંથી કાયમ માટે હટાવાયો 'BATSMAN' શબ્દ! આ છે કારણ

નવી દિલ્હીઃ MCC ક્રિકેટને દરેકના માટે એક સરખો ખેલ સમજે છે. મૈરિલબોન ક્રિકેટ ક્લબે જાહેર કર્યું છે કે હવે મહિલા હોય કે પુરુષ તમામને બેટ્સમેનની જગ્યાએ 'બેટર' કહેવામાં આવશે. ક્રિકેટના નિયમમાં મોટા ફેરફાર આવ્યો છે. હવે આ ગેમમાં બેટિંગ કરતા વ્યક્તિને બેટ્સમેન ના કહી શકો, હવે બેટિંગ કરનાર 'બેટર' કહેવાશે. મૈરિલબોન ક્રિકેટ ક્લબે જાહેર કર્યું છે કે હવે મહિલા હોય કે પુરુષ તમામને બેટ્સમેનની જગ્યાએ 'બેટર' કહેવામાં આવશે.

આ કારણે કરાયો બદલાવ:
ક્રિકેટના નિયમમાં અચાનક આ બદલાવનું કારણ મહિલા અને પુરુષ ક્રિકેટરોને બરાબરીનો દર્જો આપવા માટેનો છે. આનાથી ક્રિકેટની રમતનું સ્તર વધુ ઉંચું આવશે અને ગેમને પણ વધુ સારી બનાવવામાં મદદ મળશે. હવે બેટ્સમેનની જગ્યાએ જેન્ડર ન્યુટ્રલ શબ્દ 'બેટર' વાપરવામાં આવશે. 

કેમ કરવા પડ્યો આ બદલાવ:
મહિલા ક્રિકેટએ દુનિયાભરમાં તમામ સ્તરો પર સારો એવો વિકાસ કર્યો છે. જેના કારણે હવે દરેક ગેમમાં વધુમાં વધુ જેન્ડર ન્યુટ્રલ શબ્દોનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી રહી છે. ઘણી બધી સંસ્થાઓ અને મીડિયા સંસ્થાઓ આ શબ્દનો ઉપયોગ હાવમાં પણ કરી રહી છે.

બેટ્સમેન શબ્દને હમેશા માટે હટાવાયો:
આ મુજબ, જાહેર કરાયેલા ફેરફારોમાં 'બેટર' અને 'બેટર્સ' શબ્દો ક્રિકેટ જગતમાં વ્યાપક ઉપયોગને દર્શાવે છે. 'બેટર' શબ્દનો ઉપયોગ કુદરતી પ્રગતિ છે, જે નિયમોમાં 'બોલર્સ' અને 'ફિલ્ડર્સ' શબ્દને અનુરૂપ છે. 'એમસીસીમાં સહાયક સચિવ (ક્રિકેટ અને ઓપરેશન્સ) જેમી કોક્સે કહ્યું,' એમસીસી ક્રિકેટને બધા માટે રમત માને છે અને આ પગલું એક પગલું છે આધુનિક સમયમાં રમત તરફ પરિવર્તન છે. જેમી કોક્સે જણાવ્યું હતું કે, "આ નિર્ણયને સત્તાવાર રીતે માન્યતા આપવાનો યોગ્ય સમય છે અને અમે નિયમોમાં ફેરફારોની જાહેરાત કરીને ખુશ છીએ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news