નવી દિલ્હીઃ દિનેશ કાર્તિકનો આઈસીસી વિશ્વ કપમાં રમવાનો ઇંતજાર પૂરો થઈ ગયો છે. તેને મંગળવારે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઇ રહેલી મેચ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિક 2007ના વિશ્વ કપમાં ભારતીય ટીમમાં સામેલ હતો. ત્યારે તેને એકપણ મેચ રમવાની તક ન મળી. આ વિશ્વકપની શરૂઆતી સાત મેચોમાં પણ તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ આ મુકાબલામાં પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યાં છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યા બાદ જણાવ્યું કે, કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્પિનર કુલદીપ યાદવના સ્થાને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની ટીમ પણ બે ફેરફાર સાથે ઉતરી છે. 


મહત્વનું છે કે દિનેશ કાર્તિક ભારતના કેટલાક તેવા ખેલાડીઓમાં સામેલ છે, જેને વિશ્વકપ ટીમમાં તક મળી પરંતુ અંતિમ ઇલેવનમાં સ્થાન ન મળ્યું. 2007મા વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા વિશ્વકપમાં પણ દિનેશ કાર્તિક ટીમમાં હતો. પરંતુ ધોની ટીમમાં હોવાને કારણે તેને એકપણ મેચ રમવાની તક ન મળી. આ વિશ્વકપમાં ઇરફાન પઠામ પણ ભારતીય ટીમમાં સામેલ હતો, પરંતુ તે પણ કાર્તિકની જેમ રમ્યા વિના પરત ફર્યો હતો. 


વિમ્બલ્ડનઃ 15 વર્ષની કોરી ગોફની સિદ્ધિ, વીનસ વિલિયમ્સને આપ્યો પરાજય

દિનેશ કાર્તિકે પ્રથમ વનડે 2004મા રમી હતી. તે હાલની ભારતીય ટીમમાં સૌથી સીનિયર ખેલાડી છે.