World Cup 2019: રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ

પાકિસ્તાન સામે ભારતીય ટીમની સ્થિતિ મજબૂત છે. 

World Cup 2019: રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપ 2019ની 22મી મેચમાં રોહિત શર્માએ માત્ર 85 બોલમાં 100 રન બનાવીને એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રાઇ રહેલા વિશ્વ કપ 2019ના આ રોમાંચક મુકાબલામાં ભારતની સ્થિતિ મજબૂત છે. 

હકીકતમાં, રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ પોતાના વનડે કરિયરની 24મી સદી ફટકારી છે. તો પાકિસ્તાન વિરુદ્ધ તેની સતત બીજી સદી છે. આ સાથે રોહિત શર્મા ભારત તરફથી વનડે ક્રિકેટમાં પાકિસ્તાન વિરુદ્ધ સતત બે વનડે મેચોમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈપણ ભારતીય બેટ્સમેન આ કમાલ કરી શક્યો નથી. 

મહત્વનું છે કે રોહિત શર્માએ આ પહેલા એશિયા કપની લીગ મેચમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. તે મેચમાં રોહિત શર્મા કેપ્ટન હતો અને તેણે એશિયા કપ-2018ની ફાઇનલ પણ જીતી હતી. આ ફાઇનલ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઇ હતી. રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 111 રનની ઈનિંગ રમી ટીમને 9 વિકેટથી જીત અપાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news