ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર...વર્લ્ડ કપ વિનર ખેલાડીએ અચાનક દુનિયાને કહ્યું અલવિદા

વેસ્ટ ઈન્ડિઝે 1975માં પહેલીવાર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે વર્લ્ડ કપ વિજેતા ટીમના મુખ્ય ખેલાડી બર્નાર્ડ જુલિયનનું 75 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે લોર્ડ્સમાં શાનદાર સદી ફટકારી હતી. 

ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર...વર્લ્ડ કપ વિનર ખેલાડીએ અચાનક દુનિયાને કહ્યું અલવિદા

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર બર્નાર્ડ જુલિયનનું 75 વર્ષની વયે ત્રિનિદાદના ઉત્તરીય શહેર વાલસેનમાં અવસાન થયું છે. જુલિયન 1975માં પ્રથમ વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ હતા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન 24 ટેસ્ટ અને 12 ODIમાં કેરેબિયનનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 68 વિકેટ લીધી અને 952 રન બનાવ્યા હતા.

જુલિયને 1975ના પ્રથમ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે શ્રીલંકા સામે 20 રન આપીને ચાર વિકેટ લીધી, ત્યારબાદ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ઘાતક બોલિંગ કરચા 27 રન આપીને 4 વિકેટ લીધી હતી.  તેમણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 37 બોલમાં 26 રનની ઉપયોગી ઇનિંગ રમી. આ ટુર્નામેન્ટે તેમને એક ખતરનાક ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યા, તેઓ સીમ બોલિંગ, આક્રમક બેટિંગ અને ચપળ ફિલ્ડિંગ માટે જાણીતા છે.

Add Zee News as a Preferred Source

તેમણે લોર્ડ્સમાં શાનદાર સદી ફટકારી હતી

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ કેપ્ટન ક્લાઈવ લોયડે તેમને યાદ કરતા કહ્યું, "તેમણે હંમેશા પોતાનું 100 ટકા આપ્યું. તેઓ બેટ અને બોલ બંનેથી વિશ્વસનીય હતા. તેમણે દરેક મેચમાં પોતાનું સર્વસ્વ આપ્યું. તેઓ એક શાનદાર ક્રિકેટર હતા." જુલિયનની ટેસ્ટ કારકિર્દી પણ યાદગાર રહી. 1973માં તેમણે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે 121 રનની મેચવિનિંગ ઇનિંગ રમી, જ્યારે બીજા વર્ષે તેમણે તે જ ટીમ સામે પાંચ વિકેટ લીધી. લોયડે આગળ કહ્યું, "અમે બધા તેમનો ખૂબ આદર કરતા હતા. તેઓ રમુજી અને મૈત્રીપૂર્ણ હતા. લોર્ડ્સમાં જીત પછી અમે ચાહકો માટે ઓટોગ્રાફ પર સહી કરવામાં લાંબો સમય વિતાવ્યો. જુલિયનનું દરેક જગ્યાએ સન્માન કરવામાં આવતું હતું."

અચાનક આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત

તેઓ 1970થી 1977 દરમિયાન ઈંગ્લિશ કાઉન્ટી ટીમ કેન્ટ માટે પણ રમ્યા. જો કે, 1982-83માં જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યારે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવ્યો. તે સમયે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ ચરમસીમાએ હતો. તેઓ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરનાર વેસ્ટ ઈન્ડિઝ ટીમનો ભાગ હતા.

 

— Windies Cricket (@windiescricket) October 5, 2025

એક નિવેદનમાં ક્રિકેટ બોર્ડ ઓફ ધ વેસ્ટ ઈન્ડિઝ (CWI)ના પ્રમુખ ડૉ. કિશોર શેલોએ જણાવ્યું હતું કે, "બર્નાર્ડ જુલિયનનું સન્માન કરતી વખતે, આપણે તે સમયની ઘટનાઓને સમજણથી જોવી જોઈએ, બહિષ્કારથી નહીં. અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ હંમેશા તેમના યોગદાનને યાદ રાખશે. તેમણે જે વારસો છોડ્યો છે તે હંમેશા જીવંત રહેશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news