WTC 2021: ભારત-ન્યૂઝીલેન્ડમાંથી કોને મળશે તાજ? આ ત્રણ પરિબળોથી જાણો બન્ને ટીમોનો દમખમ

WORLD TEST CHAMPIONSHIP 2021: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાં બંને ટીમ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે. ટીમ ઈન્ડિયા અને ટીમ ન્યૂઝીલેન્ડમાં એવા ખેલાડીઓ છે જે પોતાના દમ પર મેચનો પાસો બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

WTC 2021: ભારત-ન્યૂઝીલેન્ડમાંથી કોને મળશે તાજ? આ ત્રણ પરિબળોથી જાણો બન્ને ટીમોનો દમખમ

નવી દિલ્લીઃ ભારત-ન્યૂઝીલેન્ડની ટીમ ICC WORLD TEST CHAMPIONSHIPના ફાઈનલ મુકાબલામાં એકબીજાની સામે ટકરાશે. બંને ટીમ વચ્ચે આજે સાંજે સાઉથએમ્પટનના એજિસ બાઉલમાં મેચ યોજાશે. આ મેચમાં બંને ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓ રમતા જોવા મળશે. આ મેચમાં ત્રણ મહત્વના પરિબળો અસર કરશે જેના પર મેચમાં કઈ ટીમની જીત થશે કે હાર તે નક્કી થશે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમસન હાલની જનરેશનમાં શ્રેષ્ઠ બેટ્સમેન છે. બંને કેપ્ટને ટેસ્ટ ક્રિકેટમાં 7 હજારથી વધુ રન બનાવ્યા છે. બંને ખેલાડીની એવરેજ પણ 50થી વધારે છે. વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની જમીન પર અનેક સારા રેકોર્ડ બનાવ્યા છે. વર્ષ 2018માં ટેસ્ટ મેચની સિરીઝમાં વિરાટે બે સદીઓ મારી હતી.  બંને કેપ્ટનનો સ્વભાવ વિરોધાભાસ છે, જ્યા ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસન મેદાન પર શાંત હોય છે તો વિરાટ કોહલીનો આક્રમક અંદાજ જોવા મળે છે. બંને ટીમની અન્ય ખૂબી એ છે કે બંનેએ અગાઉ પોતાના કેપ્ટન વિના જ ટેસ્ટ સિરીઝમાં જીત મેળવી હતી. આ વર્ષે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી વિના જીત મેળવી હતી. તો હાલમાં જ ન્યૂઝીલેન્ડે પણ કેન વિલિયમસનની કેપ્ટનશીપ વિના ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં હાર આપી હતી.

ભારત-ન્યૂઝીલેન્ડ બંને ટીમ પાસે મજબૂત બોલર છે. પરંતું આ વખતે ન્યૂઝીલેન્ડને વધુ ફાયદો થઈ શકે છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝમાં 1-0 થી જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમને આ જીતનો ફાયદો ફાઈનલમાં મળી શકે છે. બીજીતરફ ન્યૂઝીલેન્ડ સામે રમનાર ભારતીય ટીમના તમામ બોલર્સ  ICCની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 20માં સામેલ છે.  ટીમ ઈન્ડિયાના ખેલાડી આર.અશ્વિન હાલ ટેસ્ટમાં બીજા નંબરના બોલર છે. સાથે સાથે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા ગુડ લેન્થ પર બોલિંગ કરવા માટે જાણીતા છે. ન્યૂઝીલેન્ડની ટીમના સાઉદી અને ટ્રેન્ટ બોલ્ટ નવા બોલ સાથેની રમત અજમાવી ચૂક્યા છે. ફાસ્ટ બોલર બોલ્ટની બોલિંગ ખતરનાક સાબિત થઈ શકે છે. સાઉદી અને કાઈલ જેમીસન ટીમમાં પરત ફર્યા છે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news