Youth Olympic 2018 : શૂટિંગમાં મનુ ભાકર અને બેડમિન્ટનમાં લક્ષ્યએ જીત્યો સિલ્વર

ભારતનો ઊભરી રહેલો સ્ટાર અને યુથ ઓલિમ્પિક્સમાં ટાઈટલનો પ્રબળ દાવેદાર એવા શટલર લક્ષ્ય સેને સિલ્વર મેડલ પર કબ્જો જમાવ્યો છે 

Youth Olympic 2018 : શૂટિંગમાં મનુ ભાકર અને બેડમિન્ટનમાં લક્ષ્યએ જીત્યો સિલ્વર

બ્યુનસ આયર્સઃ યુવાન નિશાનેબાજ મનુ ભાકરે શુક્રવારે સિલ્વર મેડલ જીત્યા બાદ યુથ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. પુરુષ હોકી ટીમે પોલેન્ડને 4-2થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતના બેડમિન્ટર સ્ટાન લક્ષ્ય સેને સિલ્વર મેડલ જીત્યો છે. 

મનુ ભાકરે 10મી. એર પિસ્ટલ મિક્સ્ડ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં તાજિકિસ્તાનના બેહજાન ફાયેજુલાએવ સાથે રમીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની જોડી ગોલ્ડ મેડલની મેચમાં જર્મનીના વાનેસા સીગર અને બુલ્ગારિયાના કિરિલ કિરોવ સામે 3-10થી હારી ગઈ હતી. આ રીતે ભારતે નિશાનેબાજી અભિયાન બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે સમાપ્ત કર્યું છે. મનુ પહેલાં જુડોકા તાબાબીએ યુથ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા. 

યુથ ઓલિમ્પિકની ભારતીય ટીમે અત્યાર સુધી 8 મેડલ જીત્યા છે, જેમાંથી 5 નિશાનેબાજીમાં આવ્યા છે. મનુ અને સૌરભ ચૌધરીએ પુરુષ તથા મહિલા એર પિસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. શાનુ માને અને મેહુલી ઘોષે પુરુષ તથા મહિલા 10 મી. એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

ગોલ્ડ ચુક્યો લક્ષ્ય સેન
ભારતનો ઊભરી રહેલો સ્ટાર અને યુથ ઓલિમ્પિક્સમાં ટાઈટલનો પ્રબળ દાવેદાર એવા શટલર લક્ષ્ય સેને સિલ્વર મેડલ પર કબ્જો જમાવ્યો છે. લક્ષ્યએ મેન્સ સિંગલ્સ સેમિફાઈનલમાં જાપાનના કોડાઈ નારાઓકાને 14-21, 21-15, 24-22 થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં તેની ટક્કર ચીનના લી શીફેંગ સાથે હતી. 

ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં
ભારતીય પુરુષ હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં પોલેન્ડને 4-2થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટરમાં શિવમ આનંદે પહેલી અને 8મી મિનિટમાં બે ગોલ કર્યા હતા. મનિંદર સિંહે ત્રીજી અને સંજયે 17મી મિનિટમાં 1-1 ગોલ કર્યા હતા. હવે ભારતની ટક્કર આર્જેન્ટીના અને બાંગ્લાદેશ વચ્ચે થનારી બીજી ક્વાર્ટર ફાઈનલ મેચના વિજેતા સાથે થશે. ભારતીય મહિલા હોકી ટીમે પુલ-એની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રીકાને 5-2થી હરાવ્યું હતું. 

5 એ સાઈડ હોકીઃ મહિલા ટીમ પણ સેમિફાઈનલમાં
ભારતીય મહિલા હોકી ટીમ અહીં ચાલી રહેલી યુથ એલિમ્પિક્સની 5 એ સાઈડ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. મહિલા ટીમે પોલેન્ડને 3-0થી હરાવ્યું હતું. મહિલા ટીમે પ્રથમ હાફમાં એક અને બીજા હાફમાં બે ગોલ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news